Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પણજીમાં સાત વર્ષની કોર્ટ ટ્રાયલ બાદ પાછી મળેલી બાઇકને તેના માલિકે સળગાવી મૂકી

ગોવાના પણજીના સાવંતવાડી વિસ્તારમાં રહેતા અનવર રાજ ગુરુ નામની વ્યક્તિએ સાત વર્ષની કોર્ટ ટ્રાયલ બાદ મળેલી તેની લાલ રોયલ એનફિલ્ડ થંડરબર્ડ બાઇક સળગાવી મુકી હોવાની ઘટના બહાર આવી છે.

 

 બાઇકના રજિસ્ટ્રેશનમાં નકલી દસ્તાવેજો અપાયા હોવાનો કેસ હતો. કોર્ટે મે 2018માં ડોક્યુમેન્ટ રીલિઝ કર્યા બાદ પણ બાઇક પરત આપવામાં વિલંબ કરતા તેણે બાઇક સળગાવી હતી.

(2:12 pm IST)