Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રક્ષા મંત્રી નિર્મલા સીતારામન ફ્રાન્સ માટે રવાના: રાફેલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની લેશે મુલાકાત

નવી દિલ્હી: રક્ષા મંત્રી નિર્મલા સીતારામન ત્રણ દિવસીય યાત્રા પર ફ્રાન્સ જવા રનવા થયા છે. ફ્રાન્સીસી એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશનથી 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી મુદ્દા પર ઉભા થેયલા વિવાદ વચ્ચે સીતારામન ફ્રાન્સની યાત્રા પર ગયા છે.

  સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતું કે સીતારામન પોતાની ફ્રાસીસી સમકક્ષ ફ્લોરેન્સ પાર્લીની સાથે વ્યાપક વાર્તા કરી બન્ને દેશોની વચ્ચે રાજકિય સહયોગ વધારવા અને મ્યુચ્યુઅલ હિતોના પ્રમુખ ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરશે.

  તેમણે કહ્યું હતું કે સીતારામન 58 હજાર કરોડ રૂપિયાના કરાર અંતર્ગત દસોલ્ટ દ્વારા ભારતીય વાયુસેનાને 36 રાફલ લડાકુ વિમાનોના પુરવઠાની સ્થિતિની તપાસ કરશે. એવા સંકેત મળી રહ્યાં છે કે રક્ષા મંત્રી આ એકમની પણ મુલાકાત પણ લઇ શકે છે જ્યાં રાફેલ વિમાનો બનાવવામાં આવે છે.

(1:42 pm IST)