Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારોઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૩૬ રૂ.

પેટ્રોલમાં ૧૦ પૈસા અને ડિઝલમાં ૨૭ પૈસા વધ્યા

નવીદિલ્હી, તા.૧૧: તેલની કિંમતોમાં સતત વધારો ચાલુ છે આજે એક વાર ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૦ પૈસાનો વધારો થયો છે. જયારે ડિઝલના ભાવ ૨૭ પૈસા વધ્યા છે. હવે પાટનગરમાં પેટ્રોલની કિંમત ૮૨.૩૬ રૂપિયા અને ડિઝલની કિંમત ૭૪.૬૨ રૂપિયા પ્રતિલિટર થઇ ગયા છે. બીજીબાજુ મુંબઇમાં પણ પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. ત્યાં પેટ્રોલની કિંમતોમાં ૯ પૈસા અને ડિઝલની કિંમતોમાં ૨૯ પૈસાનો વધારો થયો છે. હવે મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૭.૮૨ રૂપિયા અને ડિઝલની કિમત ૭૨.૨૨ રૂપિયા પ્રતિલિટર થઇ ગઇ છે.

એકબાજુ જોઇએ તો પેટ્રોલ-ડિઝલની કિંમતમાં દરરોજ અમુક પૈસાનો વધારો થઇ રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે કેન્દ્રસરકારે જયારથી ઓઇલની કિંમતો ઘટાડી છેે ત્યારથી પેટ્રોલની કિંમતોમાં ઓછો અને ડિઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

તે પહેલા ગઇકાલે ફકત ડીઝલના ભાવોમાં જ વધારો જોવા મળ્યો હતો જયારે પેટ્રોલના ભાવ વધ્યા ન હોતા દિલ્હીમાં ડિઝલના ભાવ ૨૪ પૈસા અને મુંબઇમાં ડિઝલના ભાવોમાં ૨૫ પૈસાનો વધારો થયો હતો.(૨૨.૫)

(11:46 am IST)