Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ચક્રવાતી તોફાન 'તિતલી 'ઓરિસ્સા ત્રાટકવાની તૈયારી :પાંચ જિલ્લાઓને ખાલી કરવા આદેશ

તમામ અધિકારીઓની રજા રદ:ઓરિસાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમમાં ભૂસ્ખલનની સંભાવના

 

ભુવનેશ્વર ;ઓરિસ્સા સરકારે ગંજમ,પુરી,ખુર્દા ,જગતસિંહપુર,અને કેન્દ્રપાડા જિલ્લાના વહીવટીતંત્રને ચક્રવાતી તુફાન 'તિતલી 'ની રાહમાં આવનારા તમામ સંભવિત ક્ષેત્રોને ખાલી કરાવવા આદેશ આપ્યો છે

 

  હવામાન વિભાગ દ્વારા ચક્રવાત તિતલીના ગંભીર સ્તર પર પહોંચવાની સૂચના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે પાંચ જિલ્લાના અધિકારીઓને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે કોઈ એવી દુર્ઘટના ના બને,ગંજમ જિલ્લામાં પહેલા જિલ્લો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થવાની સમીક્ષા બાદ પટનાયકે કહ્યું કે તમામ સ્કૂલો,કોલેજો અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખશે જોકે શિક્ષકો ફરજ પર રહેશે

  મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પધીએ કહ્યું કે રાજ્યમાં 11 ઓક્ટોબરે યોજાનાર છાત્ર સંઘની ચૂંટણીને રદ કરી દેવાઈ છે

  ચક્રવાત અને ભારે વરસાદની શક્યતાને પગલે તમામ અધિકરીઓની રજા રદ કરી દેવાઈ છે વરસાદ અને તુફાનમાં સમગ્ર રાજ્ય ઝપટમાં આવવાની શક્યતા છે

   ભારતીય હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં બનેલ ચક્રવાત તિતલી ગંભીર સ્તરથી આધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધી રહયું છે ઓરિસ્સાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કાલિંગાપતનમ વચ્ચે ભુશુંખલનની પણ સંભાવના છે આગામી 12 કલાક ભારે ગંભીર સ્તરે પહોંચવાની શકયતા છે.

(12:00 am IST)