Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ફાઈલો દબાવનારા બાબુઓની ખેર નથી : નહિ મળે પ્રમોશન !: મોદી સરકાર તૈયાર કરશે ટ્રેકિંગ સિસ્ટમ

 

નવી દિલ્હી :સરાકારી ઓફિસોમાં હવે ફાઈલો દબાવીને બેસનારા બાબુઓની ખેર નથી. કોઈ સરકારી બાબુએ ફાઈલને કેટલા સમય માટે રોકીને રાખી છે,તેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અગામી દિવસોમાં આનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓના પરફોર્મન્સ અપ્રેઝલમાં કરવામાં આવશે.

 

   આના માટે -ઓફિસથી રેક્રડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દિવસ, કલાક, મિનીટ અને સેકન્ડ સુધીનો હિસાબ હશે. આનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીના એન્યુઅલ પરફોર્મેન્સ અસેસમેન્ટ રિપોર્ટમાં હોઈ શકે છે. હવે ઓછા સમયમાં ફાઈલનું કામ પતાવનારાને સન્માનિત પણ કરવામાં આવશે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બને અને લોકોના પ્રશ્નો ઉકેલાય તે માટે રાજ્ય સરકારે 2013માં નાગરિક અધિકારને લગતો પ્બલિક સર્વિસ ડિલીવરી એક્ટ વિધાનસભામાં પસાર કર્યો હતો. કાયદા મુજબ રાજ્ય સરકારના સંબંધિત પ્રભાગોની વિવિધ સેવાઓ નાગરિકોને નિશ્ચિત સમયમાં પુરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.
 
રાજ્યના  નાગરિકોને સરકારના વિવિધ વિભાગનોની સેવાઓ નિશ્ચિત સમયમાં ઉપલબ્ધ થાય અને નાગરિકોને સરકારી કચેરીઓના ખોટા ધરમ ધક્કા ખાવા પડે તેમજ સરકારી અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. નાગરિકોની અરજીઓનો નિકાલ યોગ્ય સમય મર્યાદામાં કરવાના કિસ્સામાં સંબંધીત અધિકારીને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

   કાયદા હેઠળ રાજ્ય સરકારની ગ્રાન્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી હોય તેવી તમામ સંસ્થાઓ કે વિભાગોને જન ફરિયાદ નિવારણ અધિકારીની ફરજિયાત નિયુક્તિ કરવાની રહેશે. અધિકારીનો સંપર્ક નાગરિકો સરળતાથી કરી શકે તે માટે સંસ્થાનોએ તેવી વિગતો બહાર નોટીસ દ્વારા પ્રસિદ્ધ કરવાની જોગવાઈ અધિનિયમમાં કરવામાં આવી છે.

   પ્બલિક સર્વિસ ડિલીવરી એક્ટના અસરકારક અમલીકરણ માટે પંચાયતિય સ્તરથી માંડીને સચીવ સ્તરીય રાજ્યની તમામ કચેરીઓમાં પ્બલિક ગ્રિવન્સિસ રિડ્રેસલ અધિકારીની નિમણૂંક કરશે જે લોકોની ફરિયાદોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવશે તેમજ ફરજચુક અધિકારીઓને દંડ પણ કરશે.

(12:00 am IST)