Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઓડિશામાં તિતલી નામનું તોફાન ધીમે-ધીમે ભયાનક સ્‍વરૂપ ધારણ કરે છેઃ સુરક્ષા અને રાહત અેજન્સીઓ અેલર્ટ

ભુવનેશ્વરઃ ઓડિશામાં તિતલી તોફાન ધીરે-ધીરે પોતાનું ભયાનક સ્વરૂપ બતાવી રહ્યું છે. હાલ તોફાન 10 કિલોમીટર/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશા સરકારેતિતલીતોફાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને રાહત એજન્સીઓને એલર્ટ પર રાખી છે. હવામાન વિભાગે બુધવારે કરેલા પૂર્વાનુમાનમાં ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે. જે જિલ્લામાં રેડ એલર્ટ રખાયું છે તેમાં ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલસોરનો સમાવેશ થાય છે. સિવાય ખુર્દા, નયાગઢ, કટક, જાજપુર, ઢેકાનાલ, રાયગઢ, કંધામલ અને કેવઝારને આપત્તિના સમય માટે તૈયાર રહેવા માટે સૂચના અપાઈ છે.

સુદૂરમાં ભારે વરસાદની આશંકા

અનુમાન છે કે, ‘તિતલીચક્રવાત ગોપાલપુર અને કલિંગપટનમની વચ્ચે ગુરુવારે સવારે પહોંચવાનું છે, જેના કારણે ભારે વરસાદ અને 125 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. હવામાન વિભાગે રેડ એલર્ટવાળા વિસ્તારમાં ભારે વરસાદ થવાની અને રાજ્યના સુદૂર વિસ્તારમાં ભીષણ વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે.

શું કહ્યું હવામાન વિભાગે?

ભુવનેશ્વરમાં હવમાન વિભાગના ડિરેક્ટર એચ આર વિશ્વાસે કહ્યું, આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને કેટલાક પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે, જે પછી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 11 ઓક્ટોબરે સવારની આસપાસ ગોપાલપુર અને કલિંગપટ્નમ વચ્ચે ઓડિશા અને અન્ય ઉત્તરી આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારાવાળા વિસ્તારોને પાર કરી શકે છે.

તોફાન પહેલા કરાઈ છે તૈયારીઓ

ઓડિશા સરકારે પણતિતલીને ધ્યાનમાં રાખીને જિલ્લા અધિકારીઓને તૈયાર રહેવા અને જાન-માલને હાનિથી બચાવવા માટે કહ્યું છે. ખાસ કરીને રાહત આયુક્ત વિષ્ણુપદ સેઠ્ઠી ગંજમ, ખોરઘા અને પુરીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોની ઓળખ કરવા અને તેમને સુરક્ષિત કરવા માટે આદેશ આપ્યો છે. રેડ એલર્ટ વાળાવિસ્તારોમાં કાચા મકાનો અને ઝુંપડામાં રહેતા લોકોને નુકસાન થવાની શક્યતા છે. તેમને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવશે. અન્ય જિલ્લા અધિકારીઓ પણ સંબંધિત ક્ષેત્રોમાં સ્થિતિની સમીક્ષા કરશે અને ખતરાની સ્થિતિમાં લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જશે.

(12:00 am IST)