Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનો આજે જન્મદિવસ:19 જુલાઈ 1827 ના રોજ જન્મ : 8 એપ્રિલ 1857 ના રોજ ફાંસી

19 જુલાઈ 1827 ના રોજ બલિયા જિલ્લાના નગવા ગામમાં જન્મેલા મંગલ પાંડે માત્ર 18 વર્ષની ઉંમરે સૈન્યમાં જોડાઈ ગયા હતા,તે વખતે સૈનિકોને અપાતા કાર્ટીસમાં ગાયની ચરબી હોવાથી તેમણે તે વાપરવાનો ઇન્કાર કરતા તેમના વિરુદ્ધ કામ ચલાવાયું હતું. તેમણે અંગ્રેજ સલ્તનતનો વિરોધ કરતા તેમની ધરપકડ કરવાનો આદેશ થયો.તેથી તેઓ નાસી છૂટ્યા હતા.તેમને પકડવા આવેલા બે અધિકારીઓને પણ તેમણે ઠાર કરી દેતા મોતની સજા ફરમાવાઈ હતી.8 એપ્રિલ 1857 ના રોજ તેમને ફાંસી આપવામાં આવી.

(12:21 pm IST)