Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હિન્દુ પાકિસ્તાન નિવેદનનો વિવાદ

શશિ થરૂરની ઓફિસમાં તોડફોડ કરીને આપી જાનથી મારવાની ધમકી

કોચી તા. ૧૭ : વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂરના હિન્દુ પાકિસ્તાનવાળા નિવેદન પર હંગામો ચાલું જ છે. સોમવારે થરૂરના તિરૂઅનંતપુરમ સ્થિત ઓફિસમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. આ તોડફોડ વિશે શશિ થરૂરે ટ્વિટ કરીને જાણકારી આપી. તેમને બીજેપી યુવા માર્ચાના કાર્યકર્તાઓ પર તોડફોડ અને જીવથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

થરૂરે લખ્યું, તે લોકોએ મને જીવથી મારવા અને મારી ઓફિસ બંધ કરવાની ધમકી આપી. આ લોકતંત્ર અને અભિવ્યકિતની આઝાદી પર હુમલો છે. અમે કેરલ પોલીસમાં આની ફરિયાદ નોંધાવી દીધી છે. તોડફોડ બાદ થરૂરની ઓફિસ બહાર 'ઈંક્રદ્ગડદ્વફ્ર પાકિસ્તાન ઓફિસ'ના પોસ્ટર પણ લગાવ્યા છે. જો કે, જયારે ઓફિસમાં તોડફોડ થી ત્યારે થરૂર ત્યાં હાજર નહતા.

કોંગ્રેસ નેતાએ આનાથી પહેલા લખ્યું, 'આજે યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ તિરૂઅનંતપુરમાં મારી ઓફિસમાં તોડફોડ કરી. તેમને દરવાજા અને દિવારો પર કાળું એન્જિન ઓઈલ નાંખી દીધું અને મને મળવા આવેલ લોકોને ધમકાવીને ભગાડી દીધા. આ લોકોએ ઓફિસમાં ઉશ્કેરણીજનર બેનર લગાવ્યા. આ બેનર્સમાં મને પાકિસ્તાન જવા માટે કહ્યું.'

બીજેપીની હિન્દુત્વ વિચારધારા પર હુમલો કરતાં ૧૧ જુલાઈએ કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, જો બીજેપી વર્ષ ૨૦૧૯ના લોકસભા ચૂંટણી જીતી જાય છે, તો આનાથી ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશે. થરૂરે કહ્યું હતું, 'જો તેઓ (બીજેપી) લોકસભામાં ફરીથી જીતી જાય છે તો આપણે હાલમાં આપણા લોકતાંત્રિક સંવિધાનને સમજીએ છીએ તે એવું રગેશે નહી, કેમ કે ભારતના સંવિધાનને અલગ કરવા અને એક નવો લખવા માટે તેમના પાસે જરૂરી બધા જ તત્વ હશે.' (૨૧.૮)

(10:44 am IST)