Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ:14 વર્ષની સગીરા સાથે 24 કલાકમાં બે વાર ગેંગરેપ

બે શખ્સોએ દુષ્કર્મ કર્યું સગીરા બચીને ભાગી તો અન્ય ત્રણ લોકોએ અપહરણ કરીને બળાત્કાર કર્યો ;પાંચેયની ધરપકડ

મધ્યપ્રદેશના છીંદવાળા જિલ્લામાં નાબાલિક યુવતી સાથે કથિત રીતે 24 કલાકમાં બે વાર ગેંગરેપ કરવામાં આવ્યો છે. 14 વર્ષની છોકરી સાથે છીંદવાળાના મહુવા ટોલામાં બે લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું.હતું સગીરા  ગમે તેમ કરીને તેમની પાસેથી બચીને ભાગી તો રસ્તામાં ત્રણ અન્ય લોકોએ તેનું અપહરણ કરી લીધું પછી તેની સાથે રેપ કર્યો. પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

  પોલીસ અધિક્ષક નીરજ સોની ઘ્વારા જણાવવામાં આવ્યું કે 14 વર્ષની છોકરી સાથે બે લોકોએ 7 જુલાઇએ ગેંગરેપ કર્યો. પહેલા બે લોકોએ તેની અપહરણ કરીને મહુવા ટોલાના જંગલમાં બનેલી એક ઝૂંપડીમાં તેનો રેપ કર્યો. જયારે તે યુવતી તેમનાથી બચીને ઘરે જઈ રહી હતી ત્યારે બીજા ત્રણ લોકોએ તેની પકડી લીધી અને તેનો રેપ કર્યો. શનિવારે તેમની વિરુદ્ધ કેસ નોંધાયા પછી પાંચે આરોપીઓની મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી છે.

(12:00 am IST)
  • સુપ્રિમ કોર્ટે સ્કુલ ફી વધારવાના પ્રકરણમાં ૨જી સપ્ટેમ્બર પહેલા રાજયની તમામ સ્કુલોના સુપ્રિમ કોર્ટના અગાઉના ઓર્ડરનું પાલન કરવા તથા ગુજરાત સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ તાત્કાલીક કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો access_time 12:33 pm IST

  • શુક્રવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા:એમપી અને ગુજરાત તરફ આગળ વધશે : આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી: રાજ્યમાં તંત્રને એલર્ટ કરાયું :તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના access_time 11:15 pm IST

  • વાહનોના કારણે ફેલાતા પ્રદુષણના મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇઃ ડીઝલનો ઉપયોગ કરતા છકડો રીક્ષા સહિતના પબ્લીક ટ્રાન્સપોર્ટ વાહનો ઉપર રોક લગાવવા માંગણી કરાઇઃ આ મામલે હાઇકોર્ટ જરૃરી નિર્દેશો જાહેર કરે તેવી પણ અરજીમાં માંગણી કરાઇ છેઃ આ મુદ્દે કોર્ટે સરકારને નોટીસ ફટકારી છે access_time 5:03 pm IST