Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ટ્રેનની ટિકિટ પર હવે ખાણી પીણીનું મેનું કિંમત સાથે છપાશે

પ્રવાસીઓએ એ મુસાફરી દરમ્યાન ખાણી પીણીના મામલે છેતરાવું પડશે નહીં

નવી દિલ્હી, તા.૧૧: રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને હવે ખાણી પીણીની વસ્તુઓ પર નિર્ધારીત કરાયેલી કિંમતથી વધુ રૂપિયા ચુકવવા નહીં પડે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) હવે ટ્રેનની ઓનલાઇન ટિકિટ કે મેન્યુઅલ ટિકિટ પર જ ખાણી પીણીનું મેનું છાપશે.

મેનુની સાથે દરેક વસ્તુના ભાવ પણ લખેલા હશે જેથી પ્રવાસીઓએ એ મુસાફરી દરમ્યાન ખાણી પીણીના મામલે છેતરાવું પડશે નહીં. ૧પ જુલાઇ બાદ તુરત જ ઓનલાઇન પર આઇઆરસીટીસી મેનું અને કિંમત બંને પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવશે. રેલવે સ્ટેશન ઉપર આઇઆરસીટીના કેટરિંગ વેન્ડર ખાણી પીણીની વસ્તુઓના નક્કી કરેલી કિંમત ઉપરાંત વધારાની કિંમત વસૂલતા હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી તેના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.રેલ ટિકિટની સાથે યાત્રીઓને ખાણી પીણીનું લિસ્ટ પણ ટિકિટમાં દર્શાવેલું હશે. જેમાં ચા-પાણી ઇકોનોમી બિલ, લંચ-ડિનર, વેજ કે નોનવેજની કિંમત સાથેની જાણકારી છાપેલી હશે તેથી જે તે વેન્ડર ટિકિટ પર જે વસ્તુ અને ભાવ લખ્યા હશે તેનાથી વધુ કિંમત નહીં વસૂલી શે.અગાઉ યાત્રિકો પાસેથી વધુ કિંમતો વસૂલાતી હોવાની ફરિયાદોના પગલે તંત્રએ ટ્વિટરના માધ્યમથી કેટરિંગની કિંમત જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહુ ઓછા પ્રવાસીઓએ ટ્વિટરનો ઉપયોગ કર્યો હોવાનું જણાતાં હવે કાયમી નિરાકરણના ભાગરૂપે ઓનલાઇન ટિકિટ પાછળ ખાણી પીણીની વસ્તુઓની કિંમત લખવાનો નિર્ણય કર્યો છે.જેનાં આ પ્રમાણે વિગતો દર્શાવી હશે. ટી બેગ સાથે ચા અથવા કોફી-૭ રૂપિયા, પ૦૦ એમએલ પાણીની બોટલ-૧૦ રૂપિયા, એક લિટર પાણીની બોટલ ૧પ રૂપિયા, જનતા ભોજન એટલે કે ઇકોનોમી થાળી (રેગ્યુલર ભોજન પૂરી કે રોટલી શાક) ર૦ રૂપિયા, બ્રેક ફાસ્ટ- વેજ બટર, કટલેસ, ટોમેટો સોસ, ૩૦ રૂપિયા, આમલેટ, બ્રેડ, સોસ-૩પ રૂપિયા, લંચ અથવા ડિનર- ભાત, પરોઠાં અથવા રોટી, દાલ, સંભાર, મિકસ વેજ, આચાર, પાણી પ૦ રૂપિયા, નોનવેજ-ભાત, પરોઠાં, રોટી, દાલ, સંભાર, ઇંડાં કરી અચાર, પાણી પપ રૂપિયા છપાયેલી રહેશે. (૨૩.૧૪)

(3:41 pm IST)