Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૧૩,૬૦૦ કરોડના PNB કૌભાંડના ફકત ૧૫-૨૦ ટકા જ સરકાર વસુલી શકશે!

નીરવ મોદીના કૌભાંડના ૫૦ ટકા સુધી રિકવર થવાની આશા હતી પરંતુ હવે તેના ચાન્સ પણ નથી : ઇડી

નવીદિલ્હી, તા.૧૧: પંજાબ નેશનલ બેંક માં થયેલા ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભડંમાં રિકવરીના પ્રયત્નોમાં સરકારને ડબલ ઝટકો લાગ્યો છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ ઇડીનું કહેવું છે કે ૧૩ ૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ માંથી ફકત ૧૫-૨૦ ટકાજ રિકવર થઇ શકશે. ઉલ્લેખનીય છે કે પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી ડાયમંડ કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસી છે અને હાલમા બંને ફરાર છે. ઉલ્લખનીય છે કે મળી આવેલા અહેવાલ મુજબ તપાસ એજન્સીઓએ આરોપીઓની કાર, મોંઘા પેઇન્ટીંગસ, જવેલરી અને રીયલ એસ્ટેટ સંપતિ જપ્ત કરી છે જેનાથી અંદાજે ૭૦૦૦ કરોડ રૂપિયા સુધીની રિકવરી થશે.

જોકે હવે ઇડી એ સ્વીકાર્ય કે રિકવરીની રકમ અંદાજીત રકમથી ખુબજ ઓછી છે  અને તે ફકત ૨૦૦૦-૩૦૦૦ કરોડ સુધી થઇ શકે છે.

ઇડીના સુત્રોના જણાવ્યા મુજબ નીરવમોદી પાસેથી કૌંભાંડના ૫૦ ટકા સુધી રિકવર થવાની આશા હતી. પરંતુ હવે તેના ચાન્સ અત્યાત ઓછા છે.

ખરેખર, નીરવમોદી અને મેહુલ ચોક હતીની જે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સંપતિ જપ્ત કરવામાં આવી છે. તેની કિમંત પહેલા વધારીને જણાવાતા આવી હતી. પરંતુ વાસ્તવના આ સામાનની કિમંત અંદાજીત કિમંત ના ૧૦ ટકા જ છે

હવે શ્કિવરી માટે ઇડીની આશા ફકત ભાગેડું આર્થિક અપરાધ કાયદાપર ટકેલી છે આ કાયદાની મદદથી ભારતીય એજન્સીઓ વિદેશના આવેલી નીરવમોદી અને મેહુલચોકસીની સંપતિઓને સીઝ કરી શકાશે.(૨૨.૯)

(3:42 pm IST)