Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે નજીક બોલેરો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત : આઠ લોકોના મોત

નવી દિલ્હી :ઉત્તર પ્રદેશના કન્નૌજમાં સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વેની નજીક એક બોલેરો ગાડી ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 11 જૂને અહીં એક મોટો અકસ્માત થયો હતો અને તેમા સાત લોકોના જીવ ગયા હતા. 11 જૂને એક રોડવેઝની બેસે સાત લોકોને કચડી નાખ્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા

(12:59 pm IST)