Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મુંબઇમાં મેઘરાજાનો વિરામ : હજુય ઠેર ઠેર પાણી ભરાયેલા : ટ્રેન વ્યવહાર હજુ પણ ખોરવાયેલો : અનેક વિસ્તારોમાં વિજળી નથી

મુંબઇ : મુંબઇમાં પાંચ દિવસના એકધારા વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે : હજુ ઠેર ઠેર પાણી ભરાયેલા છે : કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો : છતાં લોકોની પરેશાની યથાવત છે : વેસ્ટર્ન લાઇન પાણી ભરાવાને કારણે શરૂ નથી થઇ : મુંબઇથી બહાર જતાં અનેક ટ્રેનો રદ્દ કરાઇ છે: વસઇ - વિરાર - નાલા - સોપારામાં હજુય સ્થિતિ ખરાબ રેલવે ઉપરાંત માર્ગો ઉપર પણ લોકો બેહાલ છે : મલાડ - કાંદીવલી વચ્ચે વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ : વસઇમાં વિજળી ચાલી ગઇ છે : ચર્ચગેટ - ભાયંદર વચ્ચે ટ્રેન સેવા શરૂ હજુ ભારે વરસાદની આગાહી છે : પુરમાં ફસાયેલા લોકો બહાર કાઢવા NDRFની એક કંપની તૈનાત છે

(11:35 am IST)