Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કર્મચારીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર કંપનીઓ ઇનપુટ ટેકસ-ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે

GST ના કાયદામમં ૪૬ સુધારાઓ કરવાનું સુચન

નવી દિલ્હી તા ૧૧: સંસદ અને વિધાનસભાઓ GST એકટમાં સુચવાયેલા સુધારાઓ મંજુર કરે એ પછી નોકરીદાતાઓ તેમના કર્મચારીઓને  પુરા પાડવામાં આવતી સુવિધાઓ જેવી કે ફુડ, ટ્રાન્સપોર્ટ અને ઇન્સ્યોરન્સ પર ઇનપુટ ટેકસ ક્રેડિટ ITC પ્રપ્ત કરી શકશે. સરકારે ગુડ્સ એન્ડ સિર્સ્વસ ટેકસ GST કાયદાઓ સેન્ટ્રલGST,સ્ટેટGST ઇન્ટિગ્રેઙGST અને કોમ્પેન્સેશન ઓફ સ્ટેટ એકટમાં વધુમાં વધુ ૪૬ સુધારાઓ કરવાનું સુચન કર્યુ છે.

આ સુધારાઓમાં રિવર્સ ચાર્જ એકેનિઝમમાં સુધારાની જોગવાઇ, બિભન્ન બિઝનેસ વર્ટીકલ્સ ધરાવતી કંપનીઓ માટે અલગ રનિસ્ટ્રેશન, ફાઇલિંગના નવાં ધોરણો અને એકતી અધિક ઇન્વોઇસિસને આવરી લેતી કન્સોસ્લડેટેડ ડેબિટ કે ક્રેડિટ નોટ ઇસ્યુ કરવાનો સમાવેશ થાય છે. સરકારGST કાનુનોમાં સુધારાની જે દરખાસ્તો તૈયાર કરી છે એના પર ૧૫ જુલાઇ ૨૦૧૮ સુધીમાં હિતધારકો પાસેથી ટિપપણ આમંત્રણવામાં આવી છે.

આ દરખાસ્તોને મહેસુલ વિભાગ દ્રવારા અંતિમ રૂપ આપવામાં આવે એ પછી એને GST કાઉન્સિલની મંજુરી માટે મોકલવામાં આવશે. એ પછી એને સંસદમાં અને વિધાનસભાઓમાં રજુ કરવામાં આવશેે.

સુધારા ખરડામાં જણાવ્યા પ્રમાણે કર્મચારીઓને પુરા પાડવામાં આવતા ફુડ,પીણા, હેલ્થ સર્વિસિસ, લાઇફ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ બેનિફીટ્સ પર એમ્પ્લોયર્સને  ITC મળી શકશે. એ શરતે કે એવી સુવિધાઓ પુરી પાડવાનું તેમના માટે અન્ય કાૂન હેઠળ ફરજિયાત હોય, સરકારશ આ સુધારાઓ દ્વારા એ સ્પષ્ટતા કરવા માગે છે કે આઉટડોર કેટરિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, હેલ્થ સર્વિસિસ, કોસ્મેટીક અને પ્લાસ્ટિક સર્જરી મોટર વેહિકલ, વેસલ્સ કે વિમાન ભાડે લેવા લાઇફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે  ITCનહીં મળે.

એ જ પ્રમાણે જણાવ્યા પ્રમાણે કલબ, એલ્થ એન્ડ ફિટનેસ સેન્ટરની મેમ્બરશિપ, વેકેશનમાં કર્મચારીને અપાતી રજાઓ કે કન્સેશન જેવા ટ્રાવેલીંગ બેનિફિટ્સ પર પણ  ITCપ્રાપ્ત નહીં થાય.

૧૩ પુસેેન્જર થી અધિક ક્ષમતાના મોટર વેહિકલ પર જ  ITC  ઉપલબ્ધ થશે. ઇ-કોમર્સ કંપનીઓ કે જેમનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખરૂપિયાથી ઓછુ છે એમણે GST  રજીસ્ટ્રેશન લેવાની જરૂર નહિં રહે. અને એમણે એટ સોર્સ વેરો એકત્ર કરવાની જવાબદારી નહીં રહે.

ઉપરોકત સુધારાઓને નિષ્ણાંતો આવકારી રહ્યા છે. જોકે મોટર વેહિકલની જાળવણી સમારકામ અને ઇન્સ્યોરન્સ પરના તમામ ખર્ચ પર  ITC  નકરાઇ એથી કંપનીઓએ એમના પરના કરની પુનઃસ્મીક્ષા કરવી પડશે એમ એ કહે છે.(૩.૨)

(10:22 am IST)