Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડીએ ફોગટ પરિવારની કરી મુલાકાત :બધા સાથે મળીને ''દંગલ ' ફિલ્મ નિહાળી

મહાવીર ફોગાટે દ, કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુકને ગદા ભેટમાં આપીને સન્માન કર્યું

દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ-જોંગ-સુકે દિલ્હીમાં દંગલ સ્ટાર ફોગાટ પરિવાર સાથે મુલાકાત કરી હતી.આ વેળાએ મહાવીર ફોગાટે દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુકને ગદા ભેટમાં આપી તેમનું સન્માન કર્યું હતું.
  આ દરમિયાન તેમણે બધા સાથે ળીને દંગલ ફિલ્મ જોઈ હતી.દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે અને દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુક રવિવારે પોતાની પ્રથમ ભારત યાત્રા પર હતા.
  અત્રે ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ લેડી ભારત આવ્યા પહેલા દંગલ ફિલ્મ જોઈ હતી. આ પછી તે ફોગાટ પરિવારના પ્રશંસક બની ગયા હતા. તેમણે ભારત આવ્યા પહેલા દંગલ ગર્લ્સને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને મુલાકાત માટે નિમંત્રણ પણ મોકલાવ્યું હતું.

(12:00 am IST)