Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' રેન્કિંગમાં આંધ્રપ્રદેશ ટોચે :તેલંગણા બીજા અને હરિયાણા ત્રીજાસ્થાને

નવી દિલ્હી :વ્યાપાર કરવા માટે સરળતા રહે તે માટે શરૂ કરવામાં આવેલ 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' રેન્કિંગમાં આંધ્ર પ્રદેશે બાજી મારી છે. જ્યારે તેલંગાના અને હરિયાણા બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં છે.

   'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' રેન્કિંગમાં ટોપ તેન રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તેલંગાના, હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છતીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે
   ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો હેતુ નિવેશકોને ઘરે બેઠા જ બધી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે. જેથી તેમને વ્યાપાર કરવામાં સરળતા થઈ શકે, જેમાં વિભાગોની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી, ઓનલાઈન ફિ જમા કરાવવી, નક્કી સમય સીમાની અંદર સેવાઓ આપવી, ઉદ્યોગથી સંબંધિત મામલોનું સંરક્ષણ કરવા માટે અલગથી વાણિજ્ય વિવાદ ન્યાયાલની રચના, શ્રમ કાયદાઓને સરળ બનાવવા, પર્યાવરણ ક્લીયરન્સ વગેરે તમામ સુવિધાઓ પર વિશ્વ બેંક સર્વે કરે છે.

(12:00 am IST)