Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મુંબઈમાં અનરાધાર વરસાદને કારણે 24 ટ્રેનો કેન્સલ :21 ટ્રેનોના અંતર ટૂંકાવાયા :છ ટ્રેનના ટાઈમિંગ બદલાયા

રાજધાની અને અમૃતસર ગોલ્ડન ટેમ્પલ રેલસેવા ખોરવાઈ :વિરાર-નાલા સોપારા ટ્રેક પર પાણી ભરાયા

 

મુંબઈ :મુબંઈમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ છે. કુલ 24 ટ્રેનો રદ્દ કરાઈ છે અને 21 ટ્રેનોના અંતર ટૂકાવાયા છે. ઉપરાંત ટ્રેનોના ટાઈમિંગ બદલાયા છે. જેમાં રાજધાની અને અમૃતસર ગોલ્ડન ટેમ્પલનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને વિરાર અને નાલા સોપારા વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતા મુંબઈ તરફ આવતી અને મુંબઈ તરફ જતી અનેક ટ્રેનોની સેવા ખોરવાઈ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ ટ્રેન સેવા વ્યવહાર ખોરવાયો છેત્

(12:00 am IST)