Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટી-૨૦ની સુકાની હરમનપ્રીત કૌરને મોટો ફટકોઃ ગ્રેજ્યુએશનની ડિગ્રી ખોટી સાબિત થઇઃ ડીએસપીના બદલે હવે કોન્‍સ્‍ટેબલની નોકરી મળશે

ચંદીગઢઃ ભારતીય મહિલા ક્રિકેટ ટી-૨૦ ટીમની સુકાની હરમીનપ્રીત કૌરને ડીગ્રી મુદ્દે મોટો ફટકો પડ્યો છે. તેની ગ્રેજ્યુએશનની ડીગ્રી ખોટી સાબિત થઇ છે.

હરમનપ્રીતને હવે ફક્ત 12મી પાસ માનવામાં આવશે જેથી તેને પંજાબ પોલીસમાં ડીએસપી રેન્ક આપવામાં આવી શકશે નહીં. રિપોર્ટ પ્રમાણે તે 12મી પાસ હોવાના કારણે કોન્સ્ટેબલની નોકરી આપવામાં આવી શકે છે.

ભારતીય મહિલા ટી-20 ટીમની સુકાની હરમનપ્રીતે આઈસીસી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા પંજાબ પોલીસે ડીએસપી પદ પર નિમણુક આપી હતી. જોકે તેની આ ખુશી વધારે સમય ચાલી શકી ન હતી.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કૌરની ગ્રેજ્યુએશનની ડિગ્રીનો મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં રેકોર્ડમાં નથી. હવે હરમનપ્રીત પર ધોખાધડીનો કેસ થઈ શકે છે. જોકે હરમનપ્રીતના મેનેજર સ્પષ્ટ કહ્યું છે કે પંજાબ પોલીસે તેને ડીએસપીની નોકરીમાંથી ડિસમીસ કરવાની કોઈ ચિટ્ઠી આપી નથી. મેનેજરનો દાવો છે કે હરમનપ્રીતની ડિગ્રી નકલી નથી.

(5:39 pm IST)