Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મુંબઇમાં ફસાયેલી વડોદરા-મુંબઇ સેન્‍ટ્રલ એક્સપ્રેસ ટ્રેનને ટ્રેક ઉપરથી કાઢવા માટે NDRF અને કોસ્ટગાર્ડની મદદ લેવાઇઃ અનેક ટ્રેનો મોડી

મુંબઇઃ મુંબઇમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્‍યારે રેલવે ટ્રેક ઉપર પણ પાણીનો પ્રવાહ આવી જતા વડોદરા એક્સપ્રેસ ટ્રેન ફસાઇ ગઇ છે.

રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેક પાણીમાં ડૂબી જવાના કારણે નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગઈ છે. પરિસ્થિતિને કાબુમાં લેવા મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષીત રીતે બહાર કાઢવા માટે NDRF અને કોસ્ટગાર્ડની ટીમ બોલાવાઇ છે.

ઉલ્લેખનિય છે કે નાલાસોપારામાં ટ્રેનના ટ્રેક પર વરસાદનું પાણી ભરાઈ ગયું છે. તેના કારણે મુંબઈ આવતી દરેક ટ્રેન સમય કરતા મોડી પડી રહી છે. મુંબઈ રેલવે દ્વારા 20 ટ્રેનનું અંતર ઓછું કરી દેવામાં આવ્યું છે. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ છે. તે ઉપરાંત 12951 મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના ટાઈમ પણ બદલવામાં આવ્યા છે. તે ટ્રેન હવે રાતે 8 વાગે ચાલશે. મુંબઈથી અન્ય રાજ્યોમાં જતી ટ્રેન પણ ટાઈવર્ટ કરવામાં આવી છે.જો વરસાદમાં વધારો થશે તો આગામી સમયમાં પણ ટ્રેનો લેટ થવાની શક્યતા રહેલી છે.

(5:39 pm IST)