Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સાવધાન.. મોબાઇલમાં ઘુસ્યા બે ખતરનાક વાયરસ: તમારી બેન્કની માહિતી - ખાનગી ડેટાની કરે છે ચોરી

બેંકિગ એપના નોટિફિકેશનની નકલ કરે છે અને ઇનકમિંગ મેસેજનું એક્સેસ મેળવી હેન્કરને મોકલી શકે છે

 

નવી દિલ્હી :મોબાઇલ યુઝર્સએ સાવધાની રાખવી હિતાવહ છે એક અહેવાલ મુજબ અત્યારે બે ખતરનાક વાયરસ આવ્યા છે જે તમારી બેંકની ખાનગી જાણકારીઓ ઉપર નજર રાખી રહ્યા છે. વાતનો ખુલાસો ગ્લોબલ આટી સિક્યુરીટ ફર્મ Quick Heal કહ્યો હતો. વાયરસ યુઝર્સના મોબાઇલમાં ઘુસીને ખાનગી ડેટાની ચોરી કરે છે. Quick Heal મોબાઇલ યુઝર્સને સાવધાન રહેવાનું જણાવ્યું છે.

 

   Quick Healના નિષ્ણાતોને "Android.Marcher.C" और "Android.Asacub.T" બે વાયરસની જાણ થઇ હતી. બંને વાયરસ WhatsApp, Facebook, Skype, Instagram અને Twitterની સાથે બેંકિગ એપના નોટિફિકેશનની નકલ કરે છે.

   administrative privileges થકી ઇનકમિંગ મેસેજનું એક્સેસ મેળવી લે છે. સાથે સાથે વાયરસ હેકર્સને OTP પણ મોકલી દે છે. જેનાથી હેકર્સ સરળતાથી તમારા બધા પૈસા પોતાના એકાન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. Quick Healના સીઈઓ સંજય કાતકરના જણાવ્યા પ્રમાણે મોટાભાગે ભારતીય યુઝર્સ તપાસ એપ થર્ડપાર્ટે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરે છે.
  
ઉપરાંત લિંક, એસએમએસ, ઇમેઇલ ઉપર મળવાથી પણ તેઓ ડાઉનલોડ કરે છે. આવી રીતે હેકર્સને યુઝર્સની ખાનગી જાણકારી ચોરવાની તક મળી જાય છે. અમે છેલ્લા મહિનાઓમાં આવા ત્રણ વાયરસ શોધ્યા છે. આનાથી એક વાત તો નક્કી છે કે, હેકર્સ મોબાઇલ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં મોટાભાગના મોબાઇલ યુઝર્સનોને પણ વાતની જાણકારી પણ નથી.

   "Android.Marcher.C" વાયરસ Adobe Flash Playerના આઇકોનનો ઉપયોગ કરે છે. જ્યારે "Android.Asacub.T" વાયરસ એન્ડ્રોઇડ અપડેટ આઇકોનનો ઉપયોગ કરે છે. જ્યારે પણ યુઝર્સ વાયરસ વાળી એપને એક્સેસ કરે છે ત્યારે વાયરસ યુઝર્સને બેંકની ખાનગી માહિતી નાખવા માટે ફસાવી દે છે.
 
પહેલી વખત નથી બન્યે કે, Quick Heal Security Labsને વાયરસની જાણ થઇ હોય. વર્ષે જાન્યુઆરીમાં પણ શોધકર્તાઓએ એક એલર્ટ રજૂ કર્યું હતું. કેટલાક મહિનાઓ પહેલા "Android.banker.A2f8a"ના નામથી ઓળખાતો વાયરસ ફેક Flash Playerના નામથી થર્ડ પાર્ટી એપ સ્ટોરની ડાઉનલોડ થતો હતો.

(12:00 am IST)