Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

હવે બ્રિટનમાં ઇસ્લામિક કાનૂન પ્રમાણે વિમાની સેવા

લંડન તા.૧૩ : બ્રિટનમાં ટૂંકમાંજ પ્રથમ ઇસ્લામીક વિમાન સેવા ''શરિયા એરલાઇન'' શરૂ થનારી છે. ભૂતકાળમાં વિમાનોમા ટોયલેટ સાફ કરનારા લંડન સ્થિત કાઝી શફીકુરે હેમાન ''ફિરનાસ એર લાઇન'' તળે આ સેવા શરૂ કરનાર છે.

પોતાને બ્રિટનના ''હલાલ રિચર્ડ બ્રેનર્સન'' કહેવડાવનાર કાઝીએ સફાઇ કર્મીથી લઇ ફિરનાસના સીઓ સુધીની સફળ મજલ પાર પાડી છે અને હવે ર૦૧૯માં શરીઅત (ધર્મનીતિ) મુજબ વિમાનો ચલાવનાર છે. હાલના ઓકસ ફોર્ડ શાયરમાં આ સેવાનાના સ્તરે ચાલુ છ.ે

આ સેવાના નિયમોમાં ભુંડના મટન ઉપર પ્રતિબંધ રહેશે દારૂનો ઉપયોગ નિષેધ રહેશે ક્રુ-મ.મ્બર્સ્સોનો પોષાક શરીઅત મુજબ હશે. મુસ્લિમ મહિલા એરહોસ્ટેસ માટે બુરખો જરૂરી રહેશે અને બિન મુસ્લિમ એરહોસ્ટેસ શાલીન પોષાક પહેરશે અને વિમાન ટેકઓફ થવા પહેલા નમાઝ પણ સંપન્ન થશે.

(12:39 pm IST)