Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ટ્રમ્પના દીકરી-જમાઇની વર્ષની આવક ૮.૨ કરોડ ડોલર

ગયા વર્ષે જારેડની મિલકત ૧૭.૯૦ કરોડ ડોલરથી માંડીને ૭૩.૫૦ કરોડ ડોલરની હતી

વોશિંગ્ટન તા. ૧૩ : અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની દીકરી અને જમાઇએ ગયા વર્ષે વાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા બજાવતી વેળાએ ૮.૨ કરોડ ડોલર બનાવ્યા હતા. આ અગાઉ તેઓ જે કંપનીની આગેવાની લીધી હતી તેમાં થયેલા રોકાણના સોદાઓને લીધે આમ શકય હતું, એમ એક અગ્રણી અમેરિકી અખબારમાં પ્રકાશિત થયું છે. વોશિંગ્ટનસ્થિત ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલમાં ઇવાન્કાના હિસ્સામાંથી તેણે ૩૯ લાખ ડોલર બનાવ્યા હતા. તેને ટ્રમ્પ સંગઠન પાસેથી સેવા કરવા બદલ ૨૦ લાખ ડોલર કરતાં વધારે મળ્યા છે. જયારે તેના પતિ જેરડ્ે ન્યૂજર્સીમાં એપાર્ટમેન્ટ કોમપ્લેકસ કવાઇલ રિડ્જમાંથી ૫૦ લાખ ડોલર કરતાં વધારેની આવક કરી હતી. તેણે કુટુંબની રિયલ એસ્ટેટ કંપની સાથે સંલગ્ન ડઝનબંધ કંપનીઓ પાસેથી આવક ઘોષિત કરી હતી. બધું મળીને તે સાત કરોડ ડોલર લઈ ગયો હતો. ટ્રમ્પ અને જારેડ જાહેર જનતાની જે સેવા કરી તે બદલ મોટા પ્રમાણમાં આવક રળી છે.

ગયા વર્ષે જારેડની મિલકત ૧૭.૯૦ કરોડ ડોલરથી માંડીને ૭૩.૫૦ કરોડ ડોલરની હતી. અમેરિકાની 'ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિકસ'મિલકત અને જવાબદારીઓ માટે ઘણા માપદંડ રાખે છે. કેટલાક પતિ-પત્નીની મિલકતો અંગે સંયુકત જાણકારી આપવામાં આવી હતી.

ગયા વર્ષની નાણાકીય બાબતોની જાણકારી આપવાનો સમય જુલાઈ ૨૦૧૭ છે. આ દંપતીએ ૨૦૧૬ના જાન્યુઆરી અને ૨૦૧૭ના આરંભના સમયગાળામાં રિયલ એસ્ટેટ તેમ જ અન્ય આવકમાં ઓછામાં ઓછી ૧.૯ કરોડ ડોલર તથા અન્ય આઠ કરોડ ડોલરની સંયુકત આવક જાહેર કરી હોવાનો અહેવાલ હતો.(૨૧.૧૦)

(11:36 am IST)