Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ક્રિમીનલ વર્લ્ડ : ભાડે મળી રહી છે AK-47

લુખ્ખા તત્વોની પહોંચમાં AK-47 જેવું ખતરનાક હથિયાર આવી જવાથી પોલીસના પણ હાજા ગગડવા લાગ્યા છે

નવી દિલ્હી તા. ૧૩ : એકે-૪૭ જેવું ખતરનાક હથિયાર ક્રિમીનલ વર્લ્ડમાં ભાડે મળી રહ્યું છે. બેશક આ વાંચીને તમે ચોકી જશો. પરંતુ આ સત્ય છે. લૂખ્ખા તત્વોની પહોંચમાં AK-47 જેવું ખતરનાક હથિયાર આવી જવાથી પોલીસના પણ હાજા ગગડવા લાગ્યા છે.

કેટલીક મોટ-મોટા અપરાધિક બનાવોમાં બદમાશોએ એકે-૪૭નો ઉપયોગ કરીને પોલીસને પડકાર પણ આપી ચૂકયા છે. હાલમાં જ છતરપુર, દિલ્હીમાં થયેલ અથડામણમાં એકે-૪૭નો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી રહી છે.

સૂત્રોની માનીએ તો અપરાધની દુનિયામાં એકે-૪૭ જેવો હથિયાર હવે સામાન્ય થઈ ગયો છે. ૩થી ચાર લાખ રૂપિયા જમા કરાવવા પર એકે-૪૭ ભાડે મળી જાય છે. જેનું ભાડૂ ૫૦ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી છે.

પ્રદેશ પોલીસ સેવા (પીપીએસ) સેવામાં એસપીના પદથી રિટાયર્ડ થયેલ સંજય શુકલા જણાવે છે કે એકે-૪૭નો ઉપયોગ વેસ્ટ યૂપી અને દિલ્હી-એનસીઆરની ગેંગ ખુબ જ કરી રહી છે. હાલમાં જ નોએડમાં માર્યો ગયેલ શ્રવણ પાસેથી એકે-૪૭ મળી આવી હતી.

અત્યાર સુધી આ ઘટનાઓમાં થયો છે એકે-૪૭નો ઉપયોગ ગ્રેટર નોએડાના દનકૌરમાં સપા નેતા બેવન નાગરના ઘર પર એકે-૪૭થી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં સુંદર ભાટીની ગેંગનું નામ સામે આવ્યું હતું.

ગાજિયાબાદમાં ભાજપા નેતા બૃજપાલ તેવતિયા પર ભાડે લીધેલ એકે-૪૭થી હુમલો કરવામાં આવ્યો. દાદરીમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાટીની હત્યામાં બાહુબલી ડીપી યાદવે આનો જ પ્રયોગ કર્યો હતો. મહેન્દ્ર ભાટીના ભાઈ રાજબીર ભાટીની હત્યા પણ એકે-૪૭થી કરવામાં આવી હતી.

દિગ્ગજ રાજકારણી અને ખેડૂતોના નેતા બિહાર સિંહ બાગી પર પણ એકે-૪૭થી જ હુમલો કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં સુંદર ભાટી પર કોર્ટમાં લઈ જતી વખતે આ હથિયાર વડે જ જીવલેણ હુમલો થયો હતો. મુઝઝફરનગરમાં પોલીસ કસ્ટડીમાં રોબિન ત્યાગી પર એકે-૪૭થી હુમલો થયો.

સહારનપુરમાં જવેલર્સના ત્યાં ડાકા દરમિયાન એકે-૪૭નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દિલ્હી-એનસીઆર અને યૂપી પોલીસે પોત-પોતાની તપાસના આધારે લગભગ ૧૧ મોટા અપરાધિઓ પાસે એકે-૪૭ જેવો ખતરનાક હથિયાર અને આધુનિક હથિયાર હોવાની આશંકા વ્યકત કરી છે. પોલીસનું તે પણ માનવું છે કે, આમાંથી જ કેટલીક ગેંગ બીજાઓને એકે-૪૭ આપી રહ્યાં છે. જેમની પાસે પોલીસને એકે-૪૭ હોવાની આશંકા વ્યકત કરી છે, જે ગેંગ છે, અનિલ દુજાના, રણદીપ ભાટી, સુશીલ મૂંછ, સુંદર ભાટી, ધર્મેન્દ્ર કિરથાલ, ઉધમ કર્નવાલ, યોગેશ ભદોરા, મુકીમ કાલા, બાબુલી કોલ, બિલ્લૂ દુજાના અને કૌશલ કુમાર ચૌબેનો સમાવેશ થાય છે.

(11:20 am IST)