Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સરહદે પાકિસ્તાનની ફરી નાપાક હરકત : BSFના ૪ જવાનો શહીદ અને ૩ ઘાયલ

પાકિસ્તાન સતત તેની નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના સાંભાના ચંભલિયાલ સેકટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરીને અંધાધૂંધ ફાયરીંગ કરતા બોર્ડર સિકયોરિટી કરતા બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)ના ચાર જવાનો શહીદ થયા છે

જમ્મુ તા. ૧૩ : પાકિસ્તાન સતત તેની નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના સાંભાના ચંભલિયાલ સેકટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરીને અંધાધૂંધ ફાયરિંગ કરતા બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)ના ચાર જવાનો શહીદ થયા છે. જમ્મુના રામગઢ સેકટરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બીએસએફના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પણ શહીદ થયાં.

મંગળવારે મોડી રાતે કરાયેલા આ ફાયરિંગમાં ૩ અન્ય જવાનો પણ શહીદ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલ ખસેડાયા છે. આ બાજુ ભારતીય સેનાના જવાનો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તરફથી સીઝફાયરના ભંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે પણ પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ અખનૂરના પરગવાલ સેકટરમાં ભારે ફાયરિંગ કર્યું હતું. જેના કારણે બીએસએફના બે જવાનો જવાબી કાર્યવાહી દરમિયાન શહીદ થઈ ગયા હતાં.

અત્રે જણાવવાનું કે હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તર પર સરહદે શાંતિ બહાલ કરવાની દિશામાં પગલું લેવાયું હતું અને આવા સમયે જ પાકિસ્તાન દ્વારા સતત સરહદ પર સીઝફાયરનો ભંગ થઈ રહ્યો છે. શનિવાર અને રવિવારના પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ અપાયા બાદ પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું અને ત્યારબાદ સોમવારે સાંજે આરએસપુરા સ્થિત પાકિસ્તાન-ભારત સરહદ પર ફલેગ મિટિંગનું આયોજન થયું હતું.

(11:40 am IST)