Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રવિવાર સુધીમાં દક્ષિણ મુંબઈની 200 બિલ્ડીંગો પ્લાસ્ટિક ફ્રી બનશે

અભિનેત્રી દિયા મિર્ઝાએ કફ પેરેડ વિસ્તારમાં "પ્લાસ્ટિક છોડો ચળવળ" ની પહેલ કરી

મુંબઈ- દક્ષિણ મુંબઈમાં ૨૦૦ રહેવાસીઓના સંગઠનો અને ઇમારતો ૧૭ મી જુન સુધીમાં પ્લાસ્ટિક ફ્રી બની જશે,અહીં સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરાઈ છે આ અંગે બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ કફ પેરેડ વિસ્તારમાં "પ્લાસ્ટિક છોડો ચળવળ"ની પહેલ કરી હતી.

  ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ નેતા મિલિંદ દેઓરાએ ટ્વિટર પર આ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. ચળવળની શરૂઆત અંગે અગાઉ, દેહરાએ ૨૪ મેના રોજ કહ્યું હતું કે, લોકો માટે ઉચ્ચ સમય છે કે, તેઓ તેમના જીવનમાંથી પ્લાસ્ટિકના ઉપયોગને દૂર કર્યો છે, અને તે સાથે જ તેમને મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૪૨માં ભારત છોદો ચળવળ કર્યાના ૭૫ વર્ષ પછી તેમના કારણ સાથે જોડાવા અંગે વિનંતી કરી હતી.

  માર્ચમાં મહારાષ્ટ્ર સરકારે પોલિફીનની બેગ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ, ચમચી, થર્મોકૉલ અને પીઇટી બોટલ સહિતના અનેક પ્લાસ્ટિક માલ-સામાન અને સામગ્રીના ઉત્પાદન તથા વેચાણ, ઉપયોગ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો.

(11:35 pm IST)