Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

''રાધેશ્યામને સથવારે-જયશ્રીકૃષ્ણ'': અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડની સિલ્વર જયુબિલી ઉજવણી નિમિતે ૧૬ જુન શનિવારે યોજાનારો ભવ્ય પ્રોગ્રામ

મેરીલેન્ડઃ યુ.એસ.માં શ્રી મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાપર એવન્યુ, સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડના ઉપક્રમે પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે વિવિધ ધાર્મિક આયોજનો કરાયા હતા. જે અંતર્ગત મહિનાના છેલ્લા દિવસોમાં ૯ તથા ૧૦ જુન દરમિયાન શ્રી ભગવતઋષિ શાસ્ત્રીના મધુર કંઠે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન વચનામૃતનું આયોજન કરાયું હતું. તથા ૧૦ જુન રવિવારના રોજ બપોરે ર વાગ્યાથી ૬ વાગ્યા દરમિયાન મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન કરાયું હતું.

મંદિરની સિલ્વર જયુબિલી ઉજવણી નિમિતે આગામી ૧૬ જુન શનિવારે ''રાધેશ્યામને સથવારે-જયશ્રીકૃષ્ણ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત સાંજે ૬ વાગ્યાથી ૭-૩૦ વાગ્યા દરમિયાન કોમ્પલીમેન્ટરી લાઇટ ડીનરનું આયોજન કરાયું છે. બાદમાં રાત્રિના ૮ વાગ્યાથી શો શરૂ થશે. જેનું સ્થળ હાઇ પોઇન્ટ હાઇસ્કૂલ ૩૬૦૧, પાઉડર મિલ રોડ, બેલ્ટસવિલ્લે રાખવામાં આવ્યું છે. જેની ટિકિટ ઉજવણી દરમિયાન પણ મળી શકશે.

વિશેષ માહિતિ માટે ડો.કિરણ પરીખ (૪૪૩)૫૬૨-૧૫૬૨, શ્રી કિરિટ શેઠ ૫૭૧-૨૩૩-૭૭૯૫, શ્રી આશિષ પરીખ (૪૪૩)૬૭૭-૫૦૯૧, શ્રી બિજલ શાહ (૨૦૧)૭૯૦-૦૨૦૦, શ્રી ભાર્ગવ દેસાઇ (૨૦૨)૭૪૬-૭૯૦૧, શ્રી કિરિટ ઉદેશી (૫૭૧)૪૪૫-૦૧૨૩, સુશ્રી નિતા ગાંધી (૪૪૩)૫૭૦-૮૨૦૪, શ્રી જય જોશી (૨૪૦)૨૭૧-૩૪૮૧, શ્રી ભુપેન્દ્ર પટેલ (૩૦૧)૮૬૯-૫૫૯૦, શ્રી સંદીપ પટેલ (૪૪૩)૯૯૫-૮૦૭૦, શ્રી મિતુલ શાહ (૪૪૩)૮૯૬-૬૩૬૧, સુશ્રી નિપા પરીખ (૩૦૧)૫૨૯-૧૩૭૪, સુશ્રી આશિતા પટેલ, (૪૪૩)૭૨૨-૬૯૫૮, શ્રી વિજય ભાલાળા (૭૦૩)૯૬૭-૩૨૯૧નો સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:53 pm IST)