Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જીએસટી રીટર્ન ન ભરતા ૧૦ હજાર વેપારીઓ પાસેથી ૨૮૦ કરોડ વસુલાયા

નવી દિલ્હી, તા. ૪ :. રીટર્ન ન ભરનાર વેપારીઓની હવે ખેર નથી. જીએસટી અધિકારીઓ હવે આવા વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા ભુવનેશ્વર ઝોનના અધિકારીઓએ રીટર્ન ન ભરનાર ૧૦ હજાર વેપારીઓ પાસેથી ૨૮૦ કરોડ વસુલ કર્યા છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ વનજા એસ. સરનાએ કહ્યુ કે ભુવનેશ્વર ઝોનમાં મળેલ સફળતા પછી બીજા ઝોનમાં આવા ધંધાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું કહેવાયુ છે.

જીએસટી અધિકારીઓએ લીધેલ પગલુ મહત્વપૂર્ણ છે કેમ કે હજી મોટી સંખ્યામાં વેપારીઓ જીએસટીથી બચવા રીટર્ન નથી ભરતા જીએસટી લાગુ થયાને લગભગ એક વર્ષ થવા આવ્યુ છે છતાં પણ મોટી સંખ્યામાં વેપારીઓ ૩બી નિર્ધારીત તારીખ સુધીમાં નથી ભરતા.

આ વર્ષે ૬૨ લાખ વેપારીઓએ જીએસટી રીટર્ન ભર્યા છે. જીએસટી કાઉન્સીલે રીટર્ન ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે જેથી મહત્તમ વેપારીઓ રીટર્ન સમયસર ભરી શકે.

દરમ્યાન સરકારે જીએસટીની ચોરી રોકવા માટે માલ પરીવહન માટે ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રાસ્ટેટ ઈ વે બીલની વ્યવસ્થા અમલમાં મુકી છે. ઈ વે બીલ લાગુ થવાથી ટેક્ષ ચોરી ઘટવાની અને સરકારની આવક વધવાની શકયતા છે.(૨-૨૩)

(4:12 pm IST)