Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

આર્મીને વધારાનું બજેટ નહી : સૈનિકોએ જાતે જ વર્દી ખરીદવી પડશે

ઓર્ડિનન્સ ફેકટરીમાંથી સપ્લાઇ થનારી પ્રોડકટ્સને ૯૪ ટકા ઓછી કરી ૫૦ ટકા સુધીના સ્તર પર લાવવામાં આવશે : કેન્દ્રએ દારૂગોળાની તત્કાળ ખરીદી માટે વધારાનું ફંડ હજી સુધી આપ્યું નથી

નવી દિલ્હી તા. ૪ : ભારતીય સેનાએ સરકારી ઓર્ડિનન્સ (આયુધ) ફેકટરીઓમાંથી પોતાની ખરીદીમાં મોટા પાયે કાપ મુકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય નાના યુદ્ઘોની સ્થિતિમાં તત્કાળ અસરથી મહત્વપૂર્ણ દારૂગોળો ખરીદવા માટે પૈસા બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુંસાર ઓર્ડિનંસ ફેકટરીમાંથી સપ્લાઈ થનારી પ્રોડકટ્સને ૯૪ ટકા ઓછી કરી ૫૦ ટકા સુધીના સ્તર પર લાવવામાં આવશે. સેનાને આ નિર્ણય એટલા માટે લેવો પડી રહ્યો છે કારણ કે, કેન્દ્રએ દારૂગોળાની તત્કાળ ખરીદી માટે વધારાનું ફંડ હજી સુધી આપ્યું નથી.

આ પગલાની અસર હવે સૈનિકોની વર્દીની સપ્લાઈ પર પડશે. જેમાં યુદ્ઘ ડ્રેસ, બેરેટ્સ, બેલ્ટ, બૂટ નો સમાવેશ થાય છે. સૈનિકોએ પોતાના જ પૈસે યૂનિફોર્મ અને બીજા સિવિલિયન માર્કેટમાંથી કપડાં ખરીદવા પડશે. આ નિર્ણયથી સેનાની કેટલીક ગાડીઓના પાર્ટ્સની ખરીદી પર પણ અસર પડશે. સેના દારૂગોળાનો સ્ટોક બનાવી રાખવા માટે ત્રણ પ્રોજેકટ્સ પર કામ કરી રહી છે, જેના માટે હજારો કરોડ રૂપિયાના ફંડની જરૂરી છે.

કેન્દ્રએ આ ફંડ સેનાને આપ્યું નથી. આ સ્થિતિમાં સેના પોતાના અત્યંત મર્યાદીત બજેટમાં જ વ્યવસ્થા ટકાવી રાખવા પર કામ જહેમત ઉઠાવી રહી છે. નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટને ધ્યાનમાં રાખતા અધિકારીઓ જણાવ્યું હતું કે, સેના પાસે ઓર્ડિનેંસ ફેકટરીમાંથી સપ્લાઈમાં કાપ મુકવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. સેના જે ત્રણ પ્રોજેકટ પર કામ કરી રહી છે તેમાંથી માત્ર એક જ શરૂ થઈ શકયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષઓથી ફંડની અછતના કારણે આ તત્કાળ પ્રોડકટ પર અસર પડે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, દારૂગોળાની તત્કાળ ખરીદી માટે ૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં જયારે ૬૭૩૯.૮૩ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હજી બાકી છે. ૧૦ (૧) ઓ ર્ડર આ પ્રોજેકટ પર હવે કુલ ખર્ચ ૩૧,૭૩૯.૩૯ કરોડ રૂપિયા છે. જયારે અન્ય બે સ્કિમો પણ આગામી ૫ નહીં પણ ૩ વર્ષ માટે જ છે. સેના હવે એ સમસ્યાનો સામનો કરી રહી છે કે, આગામી બે પ્રોજેકટ્સ માટેની ચૂકવણી કેવી રીતે કરવામાં આવે કારણ કે, કેન્દ્રએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેની વ્યવસ્થા પોતાના બજેટમાંથી જ કરવામાં આવે.

અધિકારીએ ઉમેર્યું હતું કે, માર્ચમાં સેનાએ ઓર્ડિનેંસ ફેકટરીઝમાંથી સપ્લાઈ ઓછી કરવાનો નિર્ણય લીધો. કપડા, બુટ અને કેટલાક દારૂગોળાની સપ્લાઈ માટે ફંડને ૧૧૦૦૦ કરોડથી નીચે લાવવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે ઓર્ડિનેંસ ફેકટરીઝના ૯૪ ટકા પ્રોડકટ્સ સેનાને સપ્લાઈ કરવામાં આવે છે. અમે તેને ૫૦ ટકા સુધીના સ્તર પર લાવવાનો નિર્ણય લીધો છે. આ માટે ઓર્ડિનેંસ ફેકટરીઝને ૧૧૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી ઓછી કરી ૮૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ લાવવામાં આવશે.(૨૧.૨૪)

(9:52 pm IST)
  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST