Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઇમરાનખાનની પૂર્વ પત્નીનું પુસ્તક ભૂકંપ સર્જશે

પાકના રાજકરણમાં પણ ગરમાવો આવશે

લંડન તા ૪ : પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના અધ્યક્ષ ઇમરાનખાનની ભુતપૂર્વ પત્નિ રહેમખાનનું પુસ્તક પાકિસ્તાનમાં રાજનૈતિક ભૂકંપ લાવી શકે તેમ છે.રેહમ આવતા સપ્તાહે લંડનમાં પોતાનું પુસ્તક કરવાની છે મીડીયા રીપોર્ટ પ્રમાણે આ પુસ્તકમાં રેહમે પોતાના ભુતર્પર્વ પતિઓ ઇમરાન ખાન અને ઇયાઝ ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ ના કાર્યકરતા અને અભિનેતા હમજા અલી એ ટ્વીટ કરીને કહ્યું કે રેહમ ના પુસ્તકની હસ્તપ્રત વાંચવાનો અનુભવ અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ હતો. તેના પ્રમાણે રેહમે  પોતાના પુસ્તકમાં ઇમરાન ને ધરતી પરનો સોૈથી ખરાબ વ્યકિત બતાવ્યો છે. જયારે પોતાને સોૈથી પવિત્ર અને સાચી મહીલા અને શહબાઝ શરીફ ને એક અદભુત વ્યકિત દર્શાવ્યો છે.

અબ્બાસી એ કહ્યું કે આ પુસ્તક પાછળ એક મોટો મકસદ છે. પુસ્તક ના  ર્પ્રકાશન નો સમય ઘણો ખાસ અને મહત્વપુર્ણ છે. પાકિસ્તાનમાં જયારે થોડાજસમયમાં ચુંટણી થવાની છે ત્યારે નજ રેશમ પોતાનુંપુસ્તક પ્રગટ કરી રહી છે.

પી.એમ.એલ-એન સાથ ેનજદિક પછી લખ્યુ પુસ્તક મિડીયા રીપોર્ટમાં કહેવાયું છે કેે ૪૫ વર્ષીય રેહમે ઇમરાન સાથે તલાક લીધા પછી શહબાઝ શરીફ અને અમીર મૈકમની મદદથી અીએમએો-એન સાથે ધરોબો કેળવ્યો. પુસ્તક પુરૂ થતાં પહેલા જ પીએમએલ-એન ના નેતાઓ અને રેહમ નિયમિત સંપર્કમાં હતા.

 રાજકારણી વર્તુળોમાં ચર્ચાઓ.

રેહમના આ પગલાથી પાકિસ્તાની રાજકારણમાં ચણભણ ચાલુ થઇ છે તેના પુસ્તકને લીધે સોશ્યલ મિડીયામાં પણ ચર્ચા થઇ રહી છે.પાકિસ્તાનમાં આ મુદ્દો ટવીટર પર પહેલા નંબરે છે. જો કે આના માટે રેહમની ટીકાઓ પણ થઇ રહી છે કે તેણે પતિ-પત્નિના સબંધોનો ભરોસો તોડી નાખ્યો છે. મોર્નીગ મેલ પ્રમાણે એક પાકિસ્તાની એ રેહમના પુસ્તક વિરૂધ્ધ લંડનની એક કોર્ટમાં અરજી પણ કરી છે.

(3:47 pm IST)