Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મુંબઈના પત્રકારે ફિલ્મ 'કાલા' વિરૂધ્ધ માંડ્યો 101 કરોડનો માનહાનિનો દાવો

મુંબઈ :દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા' સામે નવો વિવાદ ઉભો થયો છે. જેમાં મુંબઈના પત્રકાર જવાહર નડારે દાવો કર્યો છે કે ફિલ્મમાં રજનીકાંત જે રોલ કરી રહ્યો છે તે રિયલમાં તેના પિતા થિયાવિયમ નડારનું જ પાત્રાલેખન છે. તેમજ તેનો આરોપ છે કે ફિલ્મમાં તેનું પાત્રા નેગેટિવ બતાવાયુ છે. જેથી તેણે ફિલ્મ નિર્માતા પાસે લેખિતમાં માફી સાથે 101 કરોડના વળતરની માંગ કરી છે.

(2:00 pm IST)
  • બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 2:48 am IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • જમ્મુ કશ્મીરઃ શોપીયામાં આતંકીઓએ ગ્રેનેડ ફેકી પોલીસ પર કર્યો હુમલો છેલ્લા ૪ દિવસમાં ૧૦ ગ્રેનેડ હુમલામાં ૧ મહિલાનું મોત ૫ લોકો ઘાયલ access_time 3:56 pm IST