Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રાતોરાત ફેમસ થયેલા ડબ્બુજી મુંબઈ પહોંચ્યા: અભિનેતા સુનિલ શેટ્ટીનું તેડું

મુંબઈ :ડાન્સને કારણે રાતો રાત સ્ટાર બનેલા મધ્યપ્રદેશનાં વિદિશાનો પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બૂજી બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીનાં બોલાવવા પર મુંબઇ પહોંચી ગયો છે. સંજીવ શ્રીવાસ્તવને સુનીલ શેટ્ટી કોઇ પ્રોજેક્ટ દ્વારા લોન્ચ કરી શકે છે. જોકે હજુ સુધી આ મુદ્દે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

ઇન્ટરનેટ પર ડાન્સર અંકલનાં નામથી પ્રખ્યાત પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવને સુનીલ શેટ્ટીએ ફોન કરીને મુંબઇ બોલાવ્યો હતો. આ પહેલાં વિદિશા નગર નિગમે સંજીવ શ્રીવાસ્તવને તેનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. પ્રોફેશનથી પ્રોફેસર સંજીવ વિદિશાનાં રહેવાવાળા છે. તે ભોપાલનાં ભાભા રિસર્ચ સંસ્થામાં ભણાવે છે.

(12:57 pm IST)