Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઓહહ... તો આ કારણે પુરૂષો ખુલ્લામાં પેશાબ કરે છે!

ભારત જ નહી વિદેશોમાં પણ છે આ માથાનો દુખાવો જેવી સમસ્યા

બર્લિન તા. ૪ : જો તમે એવું વિચારતા હોવ કે ખુલ્લામાં પેશાબ ફકત ભારતીય પુરુષોની જ આદત છે તો તમે ખોટા છો. દુનિયાભરના દેશોમાં આ મોટો પ્રોબ્લેમ છે. જર્મની જેવા દેશમાં તો મોટો દંડ હોવ છતા પણ દિવાલો અને રોડ સાઇડ પર ખુલ્લામાં પુરુષોના પેશાબ કરવાથી લઈને સરકાર પણ ખૂબ પરેશાન છે. ખુલ્લામાં પેશાબ કરતા પુરુષોને સજાનો પણ ડર નથી. જેથી હવે એક જર્મન રિસર્ચરે આ પાછળનું કારણ જાણવા માટે સંશોધન કર્યું હતું.જર્મન રિસર્ચરે સંશોધન કર્યું કે કેમ પુરુષો ખુલ્લામાં પેશાબ કરવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને ફૂટબોલ સ્ટેડિયમ, મેટ્રો સ્ટેશનો કે સરકારી ઇમારતોની આસપાસ. જેમાં પ્રાથમિક કારણ તો એ છે કે આ બધી જગ્યાએ ઘણીવાર દૂર દૂર સુધી ટોઇલેટ્સ નથી હોતા અને ઉતાવળમાં પુરુષો જયાં જગ્યા મળે ત્યાં હળવા થઈ જાય છે. જોકે મોટાભાગના પુરુષો ખુલ્લામાં પેશાબ જવા માટે આસપાસ રહેલા ઝાડને વધુ પસંદ કરે છે. સંશોધનકર્તા કહે છે કે તેની પાછળ પુરુષો માને છે કે તેઓ કોઈ સારુ કામ કરી રહ્યા છે.

રિસર્ચર્સે અલગ અલગ બાબતો પર ધ્યાન આપતા વ્યવહારીક કારણોને અલગ તારવીને જોયું કે નશામાં ધૂત પુરુષો એકસાથે પેશાબ કરે છે. કેમ કે તેનાથી તેમની વચ્ચે સોશિયલ બોન્ડિંગ વધે છે. જોકે આ સંશોધનનું સૌથી શોકિંગ ખુલાસો એ છે કે જયારે પણ પુરુષ દિવાલ અથા ઝાડ પાસે ઉભો રહીને પેશાબ કરે છે ત્યારે નીકળતો અવાજ તેમને વધુ પસંદ પડે છે. મા્ટે તેઓ આ રીતે પેશાબ કરવું પસંદ કરે છે.

આ તમામ બિંદુઓને ધ્યાને રાખતા શોધકર્તાઓએ હવે ખુલ્લામાં એક પી બેડ બનાવવાની યોજના કરી છે. જેથી ગલ્લી અને દિવલો પેશાબની દુર્ગંધથી ન ફેલાય. આ બેડ્સ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ હશે. જેવા પુરુષો આ બેડ્સ પર પેશાબ કરશે કે યુરીન તરત જ આ ટેન્કમાં પહોંચી જશે. જે બાદ ટેંકને ખાલી કરવામાં આવશે. તમને નહીં ખબર હોય કે પેરિસમાં પણ આવી જ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સરકારે 'યુરિટ્રોટોયર' લગાવ્યા છે. જેના ઉપરની તરફ તમને રંગબેરંગી ફૂલ દેખાશે પરંતુ નીચે ગલીઓમાં પેશાબ કરતા પુરુષોના યુરીનના નિકાલ માટેની વ્યવસ્થા છે.

(11:39 am IST)