Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

યુપીના ૧૩ જીલ્લાઓમાં ૪૮ કલાકમાં ધુળ ભરી આંધી ફુકાશેઃ હવામાન ખાતાની ચેતવણી

નવી દિલ્‍હી,તા.૪: હવમાન ખાતા દ્વારા જાહેર કરાયેલ ચેતવણી મુજબ ઉત્તરપ્રદેશના ૧૩ જીલ્લાઓ બાન્‍દા, ચિત્રકુટ, ફતેહપુર, હરદોઈ, શાહજહાનપુર, પીલીભીત, બરેલી, રામપુર, મોરાદાબાદ, મેરૂત, બીજનોર, મુઝઝફરનગર તથા શહરાનપુરમાં આગામી ૪૮ કલાકમાં ધુળભરી આંધી ફુકાશે. જયારે નોર્થ-ઈસ્‍ટમાં ભારે વરસાદ પડવાની પણ શકયતા દર્શાવી છે.

(11:36 am IST)