Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ભારતીય રેલવે દ્વારા ગ્રીન સિક્કિમ-ચારધામ ટૂર પેકેજ ઓફર : સસ્તું ટૂર પેકેજ

નવી દિલ્હી :IRCTCએ ગ્રીન સિક્કિમ-ચારધામ ટૂર પેકેજ નામથી ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ તમને 14,560 રૂપિયામાં ગંગટોક અને નામચી ફરવાની તક મળશે. તમારી આ ટૂર 12 ઓક્ટોબર, 2018થી શરૂ થશે અને 18 ઓક્ટોબર 2018ના દિવસે ખતમ થશે. આ સ્પેશિયલ પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસી ટૂરિઝમની વેબસાઈટ અથવા પછી જોનલ તથા ક્ષેત્રીય ઓફિસથી કરાવી શકો છો.

(12:00 am IST)
  • હવે પંજાબ નેશનલ બેંક અને ICICIના ગ્રાહકોને પણ લોન પર વધુ વ્યાજ ચૂકવવુ પડશે કેમ કે, એસબીઆઈ બાદ હવે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈએ પણ પોતાના વ્યાજદરોમાં વધરો કરી દીધો છે. આઈસીઆઈસીઆઈએ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે લોન 3 મહિના માટે હશે તો વ્યાજદરમાં ફેર નહિ પડે. access_time 12:22 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST