Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

શિલોન્ગમાં સુરક્ષાદળો પર પેટ્રોલબોમ્બ અને પથ્થરમારો : ટીયરગેસના સેલ છોડાયા : ઇન્ટરનેટ -મેસેજિંગ સેવા બંધ

લોકોને અફવા પર ધ્યાન નહી આપવા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂની અપીલ

શિલોન્ગ: મેઘાલયના શિલોન્ગમાં હિંસક તોફાનો બાદ પરિસ્થતિને કાબુમાં લેવા સુરક્ષા કાફલો ખડકી દેવાયો છે ત્યારે  શિલોન્ગનાં જીએસ રોડ પર ઉપદ્રવીઓએ સુરક્ષા દળોને ટાર્ગેટ કરતા પેટ્રોલ બોમ્બ અને પથ્થર ફેંક્યા હતા. જવાબમાં સુરક્ષા દળોએ ભીડને  કાબુમા લેવા માટે ટીયર ગેસનાં સેલ છોડ્યા છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને લોકોને અફવા પર ધ્યાન નહી આપવા માટે અપીલ કરી છે. 

  રિજિજુએ ટ્વીટ કરીને કહ્યું કે, મેઘાલયમાં લઘુમતી સીખ સમુદાયનાં કોઇ પણ ગુરૂદ્વારાને કોઇ નુકસાન નથી પહોંચ્યું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી નિયંત્રણમાં છે અને રાજ્ય સરકાર સ્થિતીને સામાન્ય બનાવવા માટેના ભરચક પ્રયાસો કરી રહ્યા છે. જો કે રાજ્ય સરકારે સતર્કતા વર્તતા મેઘાલયની રાજધાની શિલોન્ગનાં કેટલાક વિસ્તારોમાં રહેલા સુરક્ષા દળોની સંખ્યા વધારી દેવામાં આવી છે. 

(12:00 am IST)