Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

‘‘આનું નામ કોમી એકતા'': UAEમાં વસતા ભારતીય મૂળના ક્રિヘીયન વ્‍યવસાયી શ્રી સાજી ચેરીયનએ મુસ્‍લિમ કામદારો માટે મસ્‍જીદ બંધાવી આપીઃ

દુબઇઃ યુ.એ.ઇ.માં વસતા ભારતીય મૂળના ક્રિヘીયન ૪૯ વર્ષીય શ્રી સાજી ચેરીયનએ સર્વ ધર્મ સમાનતાનું શ્રેષ્‍ઠ ઉદાહરણ પુરૂ પાડયુ છે. તેમણે પોતાના ખર્ચે અલ હાયલ ઇન્‍ડસ્‍ટ્રીઅલ એરીયામાં મુસ્‍લિમ બિરાદરો નમાઝ પઢી શકે તે માટે મસ્‍જીદ બનાવી આપી છે.

તેમણે જણાવ્‍યા મુજબ આ વિસ્‍તારમાં વસતા મુસ્‍લિમ કામદારોને નમાઝ પઢવા માટે ૨૦ કિ.મી.દૂર આવેલા ફુજૈરા ગામે ટેકસી કરી જવું પડતું હતું. જે તેમના માટે ખર્ચાળ તથા સમયનો વ્‍યય કરવા સમાન લાગતા તેમણે ગયા વર્ષે શરૂ કરાવેલું મસ્‍જીદનું બાંધકામ પૂર્ણ થઇ જતા હવે રમઝાન માસ શરૂ થવાના મોકા ઉપર મુસ્‍લિમો આ નવી નિર્મિત મસ્‍જીદમાં નમાઝ અદા કરી શકશે.

આ મસ્‍જીદને તેમણે જિસસના માતા મરીઅમનું નામ આપ્‍યુ છે જેના નિર્માણ સમયે સ્‍થાનિક સરકારે પણ મફત વીજળી તથા પાણી પુરૂ પાડવાની ઓફર કરી હતી. પરંતુ તેનો સવિનય ઇન્‍કાર કરી માત્ર સાદડી તથા સાઉન્‍ડ સિસ્‍ટમ આપવા વિનંતી કરી હતી. અનેક દાતાઓએ પણ ડોનેશનની કરેલી ઓફરનો તેમણે સવિનય ઇન્‍કાર કર્યો હતો. તથા પોતાના ખર્ચે મસ્‍જીદ બંધાવી આપી કોમી એકતાનું શ્રેષ્‍ઠ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:02 pm IST)