Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમેરિકન ડોલર સામે રૂપિયો રિકવર થઇ આખરે બંધ થયો

આ વર્ષે રૂપિયામાં છ ટકા સુધીનો ઘટાડો થયો : ઉથલપાથલના દોર વચ્ચે રૂપિયો ૬૭.૮૭ રહ્યો : બેંકો અને નિકાસકારો દ્વારા અમેરિકી ડોલરનું જોરદાર વેચાણ

મુંબઈ, તા. ૧૬ : ડોલર સામે રૂપિયામાં આજે ભારે અફડાતફડી રહી હતી. કારોબારના અંતે રૂપિયો આજે રિકવર થયો હતો. ૬૭.૮૭ની સપાટીએ બંધ થતા પહેલા આજે અફડાતફડી રહી હતી. ગઇકાલે રૂપિયાએ ૬૮ની સપાટી કુદાવી હતી અને ૬૮.૦૭ સુધી પહોંચ્યો હતો. તેમાં ૫૬ પૈસાનો ઘટાડો થયો હતો. ક્રૂડની વધતી જતી કિંમત વચ્ચે આ અસર જોવા મળી હતી. ડોલરના ભાવમાં વધારો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવ્યું હતું. આ વર્ષે હજુ સુધી અમેરિકી ડોલર સામે રૂપિયામાં છ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ગઇકાલે જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતની વેપાર ખાધનો આંકડો એક વર્ષ અગાઉ ૧૩.૨૫ અબજ ડોલરની સામે એપ્રિલ મહિનામાં ૧૩.૭૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આજે બપોરના ગાળામાં રૂપિયામાં રિકવરીનો દોર શરૂ થયો હતો. ડોલરમાં વેચાણના લીધે આ અસર જોવા મળી હતી.

(7:38 pm IST)