Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરક્ષા કયાં?...દેશમાં ત્રણમાંથી એક કિશોરી જાતિય શોષણ સામે ચિંતિત

'સેવ ધ ચિલ્ડ્રન' સંગઠન દ્વારા જાહેર સ્થળોએ સુરક્ષા મુદે જાહેર કરાયેલા રિપોર્ટ બાદ વાલીઓએ વધુ જાગૃત થવું જરૂરી : સર્વે મુજબ પાંચમાંથી એક સગીરાના મનમાં : અવાર-નવાર સતાવતો ભય : દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગણા, આસામ અને મધ્યપ્રદેશમાથી કાઢયુ તારણ

નવી દિલ્હી તા.૧૬: દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ આચરવામાં આવી રહેલા દુષ્કર્મના બનાવો અખબારોમાં વાંચતાની સાથે જ માવતરોમાં દિકરીઓની સુરક્ષા મુદે મનમાં એક સવાલ જરૂર થાય, એમાં શંકાને કોઇ સ્થાન જ નથી...પરંતુ એક બિનરાજકીય સંગઠન દ્વારા પ્રસારિત કરાયેલા રિપોર્ટ બાદ પણ જુવાન દિકરીઓના વાલીઓની ચિંતા વધારી દીધી છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર 'સેવ ધ ચિલ્ડ્રન'નામના સંગઠન દ્વારા જાહેર સ્થળોએ છોકરીઓની સલામતી મુદે કરાયેલા સર્વેમાં ચોંકાવનારી હકિકત સામે આવી છે...જેમાં દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્વિમ બંગાળ, આસામ અને મધ્યપ્રદેશમાં ગીરા અને યુવતિઓની સુરક્ષા મુદે પુછાયુ ત્યારે દર ત્રણમાંથી એક કિશોરી જાતિય સતામણીને લઇને મનોમન ડરી રહી હોવાનું સામે આવ્યુ છે...એવી જ રીતે દર પાંચમાંથી એક સગીરાને આજુબાજુના વાતાવરણથી મુંઝવણ અનુભવી અવાર-નવાર દુષ્કર્મથી લઇને અન્ય જાતિય સતામણી થવાનો   પણ ભય સતત રહેતો   હોવાનું ખુલતા જ સૌ ચોંકી ઉઠયા છે.

જો કે, ઘણી વાર છોકરીઓ નાની-નાની વાત પરિવારને પણ કહેતી નથી...એવી જર ીતે સર્વેમાં પણ પાંચમાંથી બે છોકરીઓએ તો એમ પણ સ્વીકાર્યુ હતુ કે, જો કોઇ દિવસ પોતાના પરિવારના સભ્યોને જાહરે સ્થળે જાતિય સતામણી વિશે જાણ થાય તો તુરંત જ ઘરની બહાર નિકળવાનું પણ બંધ કરી દયે...તો શહેરી અને ગ્રામિણ વિસ્તારની બે તૃત્યાશ યુવતિઓએ કહયુ હતુ કે, જયારે-જયારે જાહેર સ્થળોએ આવી કોઇ ઘટના બનેતો જરૂર વિના સંકોચે પોતાની માતા સમક્ષ વર્ણન કરે છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ સર્વેના રિપોર્ટ પ્રસારિત કરી કહયુ  હતુ કે, યુવતિઓ અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેરી ક્ષેત્રની વિકાસની યોજનાઓ બનવી જોઇએ.

અત્રે નોંધનીય છે કે, ૪૦૦૦ કિશોર અને કિશોરીઓને સર્વેમાં પુછાયુ હતુ...સાથે સાથે ૮૦૦ અન્ય લોકોને પણ સામેલ કરાયા હતા.૬ રાજયોના ૩૦ શહેરો અને ૮૪ ગામોમાં સર્વેની કામગીરી કરાઇ હતી.

ઉપરાંત કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ કહયુ હતુ કે, સારા સમાજના નિર્માણ માટે મહિલાઓ અને કિશોરીઓના અધિકાર-સુરક્ષા બાબતે એમની ધારણા સૌથી મહત્વપૂર્ણ હોય છે...એવું પણ ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી પોકસો એકટ ૨૦૧૨ અને અપરાધી સંશોધન કાનુન ૨૦૧૮માં  મહત્વરૂપ પરિવર્તન કરાયું છે.

(3:47 pm IST)