Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નરેન્દ્રભાઇ માટે વજુભાઇએ રાજકોટની બેઠક એક સેંકન્ડમાં ખાલી કરી આપેલ

સંઘ ભાજપના અન્ય સ્વયંસેવક- વિચક્ષણ રાજનેતા

રાજકોટઃ ગુજરાત ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી અને  આરએસએસના કાર્યકર્તા વજુભાઈ વાળા ભાજપ સાથે જોડાયા અને એ પછી ગુજરાત એકમના બે વખત અધ્યક્ષ રહ્યા હતા. એમને મોદી સરકારે ર૦૧૪માં કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. જોએ પ્રચલિત પ્રણાલિ મુજબ વર્તન કરે તોએમને સરકાર રચવા સૌથી મોટા પક્ષનેપહેલાં આમંત્રણ આપવું જોઈએ. પણ આપ્રણાલિનું ગોવા અને મણિપુરમાં અમલ થયો ન હતો જ્યાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો. નિષ્ણાંતોના મતે રાજ્યપાલ બે પક્ષોને સાથે પણ બોલાવી શકે જે પોતાની બહુમતી સાબિત કરતા હોય. વાળાએ પોતાની રાજકોટ ધારાસભ્યની બેઠક વડાપ્રધાન મોદી માટે ર૦૦૧નાવર્ષમાં ખાલી કરી હતી જ્યારે મોદી પહેલી વખત ગુજરાત વિધાનસભાની  ચૂંટણી લડી રહ્યા હતા. એ પછી ર૦૦રમાં  મોદીએ અમદાવાદ થી મણિનગર બેઠકથી ઉમેદવારી કરી અને વાળા પાછા રાજકોટ જતા રહ્યા. જ્યારે શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે  શ્રી વાળાને નાણાપ્રધાન બનાવાયા હતા. એમણે સતત ૧૮ વખત બજેટ રજૂ કર્યું હતું. સૌથી પહેલાં એ આરએસએસસાથે જોડાયેલા જનસંઘમાં જોડાયા હતા એ પછી કેશુભાઈની નજીક આવ્યા હતા.૧૯૭પમાં એ રાજકોટના મેયર તરીકે  પણ રહી ચૂકયા છે. કટોકટીના સમયે૧૧ મહિના સુધી સાબરમતી જેલમાં પણ રહ્યાહતા.

(3:45 pm IST)