Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જેડીએસ મુદે રાહુલ અનિર્ણાયક હતા પ્રિયંકા ગાંધીએ નક્કર નિર્ણય કર્યો

નવિ દિલ્હી : ૧૫ મે ના બપોર સુધીમાં ભાજપને લીડ મળવાની શકયતા સ્પષ્ટથવા લાગી કે તરત કોંગ્રેસે જરા પણ મોડુકર્યા વગર પ્લાન બી બનાવ્યો આ ઘટનાક્રમમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાદ્રા યુ.પી.એ. ચેર પર્સન સોનીયા ગાંધી પાસે તેમના નિવાસસ્થાન ૧૦, જનપથ પહોંચ્યા, જયાં તેમની વચ્ચે જેડીએસને ટેકો આપવા બાબતે ચર્ચા થઇ, પરંતુ પોતાની રેલીઓમાં જેડીએસને ભાજપાની બી ટીમ કહેનાર રાહુલગાંધી એ વાત નક્કી નહોતા કરી શકતા કેે દેવગોૈડા અથવા કુમાર સ્વામીને ફોન કરવામાં આવે તો તેમની પ્રતિક્રિયા શું હશે ?

અંગ્રેજી વેબસાઇટ ડીએનએ એ સુત્રોના જણાવ્યા મુજબ લખ્યુ છે કે પ્રિયંકા ગાંધીના સુચન પછી રાહુલગાંધી કુમાર સ્વામીને મુખ્યમંત્રીની ખુરશીની ઓફર આપવા તૈયાર થઇ ગયા ત્યાર પછી સોનીયા ગાંધીએ ગુલામનબી આઝાદ સાથે વાત કરી સોનીયાની અનુમાતિ મળતા આઝાદે જેડીએસ ના નેતાઓ સાથે વાત કરી તેેમના તરફથી હકારાત્મક જવાબ મળ્યા પછી સોનીયાગાંધીએ દેવગોૈડા અને કુમારસ્વામી સાથે વાત કરીને ડીલ ફાઇનલ કરી. જોકે સુત્રો અનુસાર એકવાર ફરીથી એ સાબીત થયુ કે દિગ્ગજ નેતાઓ સાથે રાજનૈતીલ ડીલ કરવામાં રાહુલગાંધી હજુ પણ અપેક્ષીત કદ નથી મેળવી શકયા.

(3:43 pm IST)