Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

લોકસભાની ચૂંટણીઓ વ્હેલી આવી રહી છે?

ગાંધીનગર તા. ૧૬ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમા ભાજપે જીત નો વિશ્વાસ વ્યકત કરી પરિણામો પહેલાં જ લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકી દીધું છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે પાર્ટી પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મંત્રીઓની બેઠકમાં લોક સભા ની ચૂંટણી ના સંકેતો આપી દીધાં છે.મિશન ૨૦૧૯ની જાહેરાત બાદ હવે સવાલ એ ચર્ચાય છે કે, કયાંક ભાજપ લોકસભા ચૂંટણી સમય કરતાં વહેલી કરવાનો નિર્ણય લઈ રહ્યો નથીને? ભાજપ પ્રવકતા શાહનવાઝ હુસૈને કહ્યું છે કે, પાર્ટી અધ્યક્ષે ૨૦૧૯ની ચૂંટણીનું બ્યુગલ વગાડી દીધું છે. પાર્ટી અધ્યક્ષે તેમના સમાપન સંબોધનમાં કહ્યું કે, ભાજપ કર્ણાટક ચૂંટણી જીતવા જઈ રહ્યો છે. આ વખતે સાબિત થઈ જશે કે, ભાજપને સત્તામાં આવતા પણ આવડે છે, સરકાર ચલાવતા અને સત્તામાં પાછા ફરતા પણ આવડે છે. ૨૦૧૪ બાદ ભાજપે ૧૧ વિજય મેળવ્યા છે અને ૧૪ સરકારો બનાવી છે, પરંતુ જયાં સુધી ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં ભાજપ સરકાર નહિ બનાવે, ત્યાં સુધી પાર્ટીને સંતુષ્ટિ નહિ મળે.(૨૧.૧૩)

(2:11 pm IST)