Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક ઇફેક્ટ : સેંસેક્સ ૧૫૬ પોઇન્ટ ઘટીને આખરે બંધ રહ્યો

કર્ણાટક ચૂંટણી પરિણામની સતત બીજા દિવસે પ્રતિકુળ અસર : સતત બીજા દિવસે કારોબારીઓ ચિંતાતુર દેખાયા : નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટી ૧૦૭૪૧ની નીચી સપાટીએ : ત્રિમાસિક ગાળાના પરિણામ પર નજર કેન્દ્રિત

મુંબઈ, તા. ૧૬ : શેરબજારમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર જોવા મળી રહી છે. આજે પણ શેરબજારમાં મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૬ પોઇન્ટ ઘટીને ૩૫૩૮૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૧ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ માટે વૈશ્વિક ઘટનાક્રમ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને જવાબદાર ગણવામાં આવે છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં ૧૧૨ના બહુમતિના આંકડા સુધી પહોંચી શકી નથી. આની અસર બજાર ઉપર જોવા મળી રહી છે. બીજી બાજુ રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. ચાવીરુપ પરિણામ જાહેર થઇ રહ્યા છે. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૧૩ પોઇન્ટ ઘટીને ૩૫૫૪૪ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી પાંચ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૨ની સપાટીએ રહ્યો હતો. ટાયર અને વોલ્ટાજના ૧૭મીએ જાહેર થશે. અશોલ લેલેન્ડ, બજાજ ઓટો, દાલમિયાં ભારત, ડેન નેટવર્કના પરિણામ ૧૮મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો ૪ મહાકાય બેંકોના પરિણામ પણ આશ્ચર્ય સર્જી રહ્યા છે. ક્રૂડની વધતી કિંમત વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ભડકો થઇ શકે છે. છેલ્લા સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતિમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. જો ઇરાનમાં અંધાધૂંધીના લીધે તેલ કિંમતો નવેસરથી ઉંચી સપાટી ઉપર જશે તો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની પ્રતિકુળ અસર થશે.  ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ મહિનામાં ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા ડબલ્યુપીઆઈ ફુગાવો હતો જે વધીને હવે ૩.૧૮ ટકા થઇ ગયો છે. શાકભાજી ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડબલ્યુપીઆઈ ફુગાવો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકા હતો. માર્ચ ૨૦૧૮માં સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા ક્રમશઃ ૪.૨૮ અને ૨.૪૭ ટકા રહ્યા હતા.

કઠોળ, શાકભાજી અને ઘઉં તેમજ ઇંડાની કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને રાહત પણ થઇ છે. શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે. મેન્યુફેક્ચર્ડ વસ્તુઓમાં ફુગાવો વધીને ૩.૧૧ ટકા રહ્યો છે. જે એક મહિના પહેલાના ગાળામાં ૩.૦૩ ટકા હતો. ઇંડા, ફિશ માટેના ફુગાવામાં પણ ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ ફુગાવામાં વધ્યા બાદ આરબીઆઈ અને સરકારને રાહત મળી શકે છે. ડબલ્યુપીઆઈ ફુગાવો વધતાં આરબીઆઈ અને સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશભરમાં હાઈસ્પીડ ડિઝલની કિંમતમાં એપ્રિલમાં વધારો થયો હતો.એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં ૯.૪૫ ટકાનો વધારો થયો હતો. જે માર્ચ મહિનામાં ૨.૫૫ ટકાનો વધારો હતો.એલપીજીની કિંમતમાં ૧૧ ટકાના દરે ઉલ્લેખનીય ઘટાડો થયો  હતો. એશિયન શેરબજારમાં આજે મંદી રહી હતી. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની વાતચીતને લઇને સસ્પેન્સની સ્થિતિ છે. કોસ્પીમાં આજે ૦.૪ ટકાનો ઘટાડો અને જાપાનના નિક્કીમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૧૯૩ પોઇન્ટનો અથવા તો ૦.૭૮ ટકાનો ઘટાડો થતાં તેની સપાટી ૨૪૭૦૬ નોંધાઈ હતી. એસએન્ડપી ૫૦૦માં ૧૯ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૨૭૧૧ રહી હતી. નાસ્ડેકમાં ૬૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૭૩૫૨ રહી હતી.

(7:41 pm IST)