Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

યુપીની પોલીસનું શરમજનક પરાક્રમ

લખનૌ,તા.૧૬: ઉતર પ્રદેશનાં મેનપુરીમાં પોલીસનો અમાનવીય ચેહરો સામે આવ્યે છે. અહિ ડ્રેસનો રૂઆબ જમાવી પોલીસે એક યુવાનને પોતાના બુટ પર નાક ઘસવા મજબુર કર્યો હતો. પોલીસ મેનનાં બુટ પર નામ ઘસી રહેલો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

ઉતર પ્રદેશનાં મેનપુરીમાં પોલીસનો અમાનવીય ચેહરો સામે આવ્યો છે. અહિંયા ડ્રેસનો રૂઆબ જમાવી પોલીસે એક યુવાનને તેના બુટ પર નાક ઘસાવવા મજબુર કર્યો.આ સમગ્ર ઘટનાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. પોલીસે પટ્ટાથી આ યુવાનને મર્યો હતો. આ વિસ્તારનાં એસપી અજય શંકર રાયએ જણાવ્યુ હતુ કે, વિડીયો મારફત આ ઘટનાની તપાસ કરી મેનપુરીના કયા પોલીસચોકીની છે અને કોઇ પોલીસવાળા દોષી હશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.(૨૮.૨)

 

(11:53 am IST)