Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દિલ્હી NCRમાં વહેલી સવારે ત્રાટકયુ વાવાઝોડું: વરસાદના પગલે એલર્ટ જાહેર

નવી દિલ્હી તા. ૧૬ : દિલ્હી આંધી એનસીઆરમાં ફરી એકવાર આંધીતોફાને દસ્તક આપી છે. તેજ આંધી તોફાનના કારણે દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તેજ આંધીના કારણે ઘણી બધી જગ્યાએ વૃક્ષો તુટીને રોડ પર પડ્યા. જો કે મળતા અહેવાલ મુજબ હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી.

મોસમ વિભાગ અનુસાર આગામી ૨૪ કલાક સુધી તેજ પવન સાથે વરસાદ થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ પહેલા જ દિલ્હી એનસીઆર સહિત ભારતના ઘણા રાજયોમાં આંધી તોફાન તેમજ ભારે વરસાદમાં ૮૦થી વધારે લોકોના મોત થયા હતા. જેમાં ઉત્તર પ્રદેશમાં જ ૫૧ લોકોના મોત નિપજયા છે.

આજે વહેલી સવારે ત્રણ વાગે દિલ્હી એનસીઆરમાં એકવાર ફરીથી વાવાઝોડુ ત્રાટકયું છે. વાવાઝોડાના પગલે દિલ્હી એનસીઆરના કેટલાંક વિસ્તારોમાં વીજળી પણ ગૂલ થઈ ગઈ હતી. તો કેટલીક જગ્યાએ વરસાદ પણ પડયો હતો. ભારે વાવાઝોડા સહિત વરસાદના પગલે વૃક્ષો પણ ધરાશયી થયા હતા અને પાર્ક કરેલી કાર પડતાં કેટલીક કારને ભારે નુકસાન થયુ હતું.જયારે વિજયચોક પાસે કેટલાંક બેરિકેડ્સ પણ પડી ગયા હતા. મોસમ વિભાગે આગામી ૨૪ કલાકમાં દિલ્હીના રોહતક, ઝજ્જર, માનસેર, ગુરુગ્રામ, નૂહ, બાગપત, બડોત, મેરઠ, સોનીપત, ફરીદાબાદ સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ દિલ્હી સહિત ભારતના કેટલાંક રાજયોમાં આવેલા ભારે તોફાન અને વરસાદના પગલે ૮૦થી વધુ લોકોના મોત થયા હતા.(૨૧.૭)

(11:51 am IST)