Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઇન્ડિગો વિદેશનાં ૨૪ શહેરો સુધીની ફલાઇટ શરૂ કરશે

સસ્તામાં ભાડાંની એરલાઇન  ઇન્ડિગો આવતા ૧૮ મહિનામાં વિદેશનાં ૨૪ સ્થળોનો ઉમેરો કરીને તેની ફલાઇટ ઓફરિંગ્સમાં વધારો કરશે. આ નવા રૂટમાંથી ૧૮ રૂટ મિડલ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ એશિયા અને ચીનના ટુંકા અંતરના હશે. જયારે ૬ રૂટ ફાન્સ, જર્મની, બેલ્જિયમ, બ્રિટન અને સ્વિટ્ઝરલેન્ડના લાંબા અંતરના હશે. આ રૂટ ઉમેરીને ઇન્ડિગો બે પેસેજ ધરાવતા વિમાનોના ઓર્ડર આપે તેવી શકયતા છે. ઇન્ટરનેશનલ સ્તરે વિસ્તરણની યોજના તૈયાર છે અને ઇન્ડિગો દ્વારા જુલાઇમાં યોજાઇ રહેલા એર-શોમાં મોટા કદનાં વિમાનોનો ઓર્ડર આપવામાં આવે તેવી શકયતા છે. ઇન્ડિગો  આ અંગે ટિપ્પણી કરી નહોતી પરંતુ સરકારી અધિકારીએ પુષ્ટિ આપી હતી કે, ઇન્ડિગો મોટાપાયે  ઇન્ટરનેશનલ ઓપરેશન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઇન્ડિગો ઓકટોબરક સુધીમાં ભારતના શહેરોને બહેરીન, બાંગ્લાદેશ, ભુતાન, હોંગકોંગ કુવૈત, મલેશિયા સાઉદી અરેબિયા (રિયાધ) અને યુએઇ (અબુ ધાબી) જેવા ડેસ્ટીનેશન સાથે જોડાશે. તેમ ઇ.ટી.નોંધે છે.

(11:49 am IST)