Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ટ્રમ્પને નોબેલ શાંતિની ભલામણ!

વોશિંગ્ટન તા. ૧૬ : બે કોરિયા દેશ વચ્ચે શાંતિ કરાવવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષનું નોબેલ શાંતિ પારિતોષિક આપવા માટે અમેરિકાના સાત રાજયોના ગવર્નરોએ નોર્વેજિયન નોબેલ કમિટીને પત્ર લખ્યો છે.

સાઉથ કેરોલિના રાજયના ગવર્નર હેન્રી મેકમાસ્ટર તથા અન્ય રાજયોના ગવર્નરોએ ટ્રમ્પને નોબેલ શાંતિ ઈનામ આપવાની ભલામણ કરતો પત્ર નોર્વેજિયન નોબેલ કમિટીના ચેરમેન બેરિટ રીસ-એન્ડરસનને પત્ર લખ્યો છે. પત્રમાં ભલામણ કરનારાઓએ લખ્યું છે કે કોરિયન દ્વીપકલ્પમાં શાંતિ લાવવા માટે ટ્રમ્પે કરેલા પ્રયાસો પરિવર્તનશીલ છે.

પત્રમાં એડ્ડી બાઝા કેલ્વો (ગુઆમ), ફિલ બ્રાયન્ટ (મિસિસિપી), જેફ કોલીઅર (કેન્સાસ), કે આઈવે (અલાબામા), જિમ જસ્ટિસ (વેસ્ટ વર્જિનિયા), પૌલ લીપેજ (મૈની) સહિતના ગવર્નરોએ સહી કરી છે.

૨૦૧૬માં યૂએસ પ્રમુખપદની ચૂંટણી વખતે મેકમાસ્ટર પહેલા વ્યકિત હતા જેમણે ટ્રમ્પને શરૂઆતથી જ સમર્થન આપ્યું હતું. સાઉથ કેરોલિના રાજયની આવતા મહિના નિર્ધારિત ચૂંટણીમાં ટ્રમ્પે મેકમાસ્ટરને ટેકો જાહેર કર્યો છે.(૨૧.૮)

(11:46 am IST)