Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

RComને આંચકો : બેન્કરપ્સીની કાર્યવાહી માટે NCLTની મંજૂરી

એરીકસનની અરજી કોર્ટે માન્ય રાખી

નવી દિલ્હી : ઈનસોલ્વન્સી ટ્રિબ્યુનલે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે બેન્કરપ્સીની પ્રક્રિયા કરવા આદેશ આપ્યો છે. આ હિલચાલથી અનિલ અંબાણીની માલિકીની ટેલીકોમ કંપનીને પ્રચંડ ફટકો લાગશે જે દેવુ ઘટાડવા માટે રિલાયન્સ જીઓને તેનો વાયરલેસ બિઝનેસ રૂ.૧૮,૦૦૦ કરોડમાં વેચી રહી હોવાનું ઈ.ટી. જણાવે છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે આરકોમ સામે ફાઈલ કરાયેલી ત્રણ અરજીઓ માન્ય રાખી હતી. આઠ મહિના લાંબી કાનુની લડાઈ બાદ આ અરજીઓ સ્વિડીશ કંપની એરીકસને ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ દાખલ કરી છે. બેન્કરપ્સી કોર્ટના નિર્ણયથી આરકોમ એરસેલ પછી બીજી ટેલીકોમ કંપની બનશે જેની સામે બેન્કરપ્સીની કાર્યવાહી થવાની છે.

આરકોમ હવે એનસીએલટીના આદેશ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલએટી)માં જાય તેવી શકયતા છે. કંપની હાલમાં રૂ.૪૫,૦૦૦ કરોડના દેવાના બોજ હેઠળ દબાયેલી છે.

(11:26 am IST)