Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સસ્પેન્સ યથાવતઃ વજુભાઇ ઉપર 'મીટ'

કર્ણાટકનું કોકડું ઉકેલવા ધમપછાડા : બધા પક્ષો દ્વારા બેઠકોનો દોર યથાવત

નવી દિલ્હી તા. ૧૬ : કર્ણાટકના પરીણામો તો આવ્યા પરંતુ સરકાર કોની બનશે એ હજુ સ્પષ્ટ થયું નથી એવામાં બધાની નજર કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા પર રહેલી છે ભાજપ ૪૦ સીટથી વધીને ૧૦૮ સુધી પહોંચી ગઇ પરંતુ બહુમત મેળવવામાં ૮ સીટ ઓછી રહી જેડીએસજને એક દિવસ પહેલા કિંગ મેકરની ભૂમીકામાં જોવાનું હતું હવે તે કિંગ બનવાની રેસમાં છે કર્ણાટક વિધાનસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ ઝીન્યુઝે મોડી રાત્રે એવુ જાહેર કરેલ કે વુભાઇ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું પરંતુ હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

કર્ણાટકમાં ભાજપનો સૌથી મોટો પક્ષ બન્યા બાદ પણ સરકાર રચવામાં ઉભી થયેલી સ્થિતિ આજે દુર થઇ શકે છે. ભાજપ ભાજપના મુખ્યમંત્રી પદના પ્રત્યાશી બી.એસ. યેદિયુરપ્પા આજે દિલ્હી પહોંચશે અને વડાપ્રધાન મોદી સાથે તેના આવાસ પર મુલાકાત કરશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી પર હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં કર્ણાટકમાં સરકાર રચવાની રૂપરેખા નક્કી કરાશે.

પરંતુ પરિણામો સ્પષ્ટ થયા બાદ બંને પક્ષોએ સમય વેડફયા વગર રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર બનવાનો દાવો રજુ કર્યો.

બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ ગુલામ નબી આઝાદે મીડીયાને કહ્યું કે જેડીએસ તેમજ કોંગ્રેસ રાજયપાલને મળશે અને સરકાર બનવાનો દાવો કરશે.

આઝાદની સાથે સિધ્ધારમૈયા પણ હાજર હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાની તેતૃત્વવાળી જેડીએસ તાત્કાલીક ધોરણે કોંગ્રેસના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો અને સરકાર રચવાના દાવાની સાથે રાજયપાલને પત્ર લખ્યો છે આ યેદિપુરપ્પાની સાથે કેન્દ્રીયમંત્રી અઝકુમાર પણ રાજયપાલને મળ્યા હતા હવે રાજયપાલ પર બધાની નજર રહે છે.સામન્ય પ્રથા મુજબ રાજયપાલ સૌથી મોટા પક્ષના નેતા અથવા ચુંટણી પહેલા ગઠબંધનને સરકાર બનાવા માટે આમંત્રણ આપે છે.

જોકે આ બધા વચ્ચે દેશ આખાની નજર કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા પર ટકેલી છે કે શું નિર્ણય લે છે. લોકોમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા છે કે, વજુભાઈ વાળા પહેલા કયા પક્ષને આમંત્રિત કરે છે. રાજયપાલ પાસે હાલ બે વિકલ્પ છે, પહેલો કે તે સૌથી મોટી પાર્ટી ભાજપને આમંત્રણ આપે અને બહુમતિ સાબિત કરવા કહે કે પછી કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને સરકાર રચવાનું કહેશે, જે બહુમતનો જાદુઈ આંક પોતાની પાસે હોવાનો દાવો કરી રહ્યું છે.

બંધારણ નિષ્ણાંત સુભાષ કશ્યપનું કહેવું છે કે, એ બાબત સંપૂર્ણ રીતે રાજયપાલ પર નિર્ભર કરે છે કે, તે સરકાર બનાવવા માટે પહેલા કોને આમંત્રિત કરે છે. સૌથી મોટી પાર્ટીને કે પછી ગઠબંધન જે પુર્ણ બહુમત હોવાનો દાવો કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કર્ણાટક વિધાનસભાના પરિણામોમાં ૧૦૪ બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, જયારે રાજયમાં સત્ત્।ા ભોગવી રહેલી કોંગ્રેસ માત્ર ૭૮ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. તો જેડીએસને ૩૭ બેઠકો મળી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને કર્ણાટક પ્રજ્ઞયસંસ્થા જનતા પાર્ટીને ૧-૧ બેઠક મળી. આ ઉપરાંત અન્ય એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.(૨૧.૧૧)

(11:17 am IST)