Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં ભાજપ અચાનક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કેમ?ગોવા,મણિપુર અને મેઘાલયમાં કોંગ્રેસને સરકાર બનાવવાની તક કેમ અપાઈ નહીં ?

રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપવાનો મતલબ હોર્સ ટ્રેડિંગ જ હશે :ગુલામનબી આઝાદ

 

કર્ણાટક વિધાનસભાની ચૂટણીં પરિણામ બાદ સૌથી મોટા દળના કારણે રાજ્યપાલ પાસે સરકાર બનાવવાના માટે આમંત્રણ આપવાની ભાજપની માંગણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સૌથી મોટી પાર્ટીમાં હવે નિયમ ચેન્જ થઇ શકે. કર્ણાટકમાં અચાનક સિંગલ લારજેસ્ટ પાર્ટી કેવી રીતે થઇ ગયું? તેમણે પ્રશ્ન પૂછ્યો કે ગોવા, મણિપુર અને મેઘાયલમાં અમે સૌથી મોટા પાર્ટી હતી. અમને સરકાર બનાવવા માટે તક કેમ આપવામાં આવી?

 

   શું પાચ વર્ષ જેડીએસના મુખ્યમંત્રી હશે? પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અમે હજી સુધી નક્કી કર્યું નથી. બંને દળના મળીને 117-18 એમએલએ છે. અમે સ્થાઇ સરકાર બનાવીશું.જો રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું તો મતલબ હોર્સ ટ્રેડિંગ થશે. એમએલએની ખરીદી થશે. મને ભરોષો છે કે, રાજ્યપાલ સંવિધાનની ગરિમા પ્રમાણે કામ કરશે. હોર્સ ટ્રેડિંગને પ્રોસ્તાહન નહીં આપે. અત્યારે અમારી પાસે 117 છે જ્યારે તેમની પાસે 104 છે તો કોણ સ્થાઇ સરકાર બનાવશે.?

(12:00 am IST)