Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક ચૂંટણીઃ સૌથી મોટા પક્ષને આમંત્રણ આપવું તેવો બંધારણમાં ઉલ્લેખ નથી:રાજ્યપાલને મળ્યો વિવેકાધિકાર

સૌની નજર રાજ્યપાલ પર મંડાઈ :શું કહે છે બંધારણ વિશેષજ્ઞ ?

  નવી દિલ્હી ;કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં કોઈ એક પક્ષને બહુમતી મળી નથી જોકે ભાજપને સૌથી વધુ 104 બેઠકો અને કોંગ્રેસને 78 બેઠક મળી છે જયારે જેડીએસને 38 બેઠક મળીને કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે પણ સૌથી મોટા પાર્ટી તરીકે પોતાને આમંત્રણ અપાઈ અને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે ત્યારે સૌ કોઈની નજર રાજ્યપાલ તરફ મંડાઈ છે તેઓ કોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે ? દેશની સૌથી મોટી પાર્ટીને કે પછી સૌથી મોટા ગઠબંધનને ?

   ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી પરંતુ રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. બિહારમાં આરજેડી, જેડીયુ ગઠબંધન તૂટ્યા પછી સૌથી મોટી પાર્ટી તરીકે આરજેડી રહી હતી. પરંતુ બીજેપીએ સમર્થન આપવાના કારણે રાજ્યપાલે નીતિશ કુમારને શપથ અપાવીને બહુમત સાબિત કરવાનો મોકો આપ્યો હતો. કર્ણાટકમાં પણ પરંપરા કાયમ રહેશે કે પછી રાજ્યપાલ વજુભાઇ વાળા અહીંની સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપશે?

   માત્ર મોટા પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે એવું નથી પરંતુ કેટલાક મામલાઓમાં સૌથી મોટા દળને તક આપવામાં આવી છે. તો કેટલાક કિસ્સાઓમાં સૌથી મોટા ગઠબંધનને પણ તક આપવમાં આવી છે. કેટલીકવાર નાના પક્ષોને પણ તક અપાઇ છે. સૌથી મોટા દળને અમંત્રણ આપવાની વાત છે તો બંધારણમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. બંધારણમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે.

   રાજ્યપાલ બિન રાજકિય પદ છે. તો પણ રાજ્યપાલોની રાજકિય ભૂમિકાને લઇને અનેક પ્રશ્નો ઊભા થાય છે. અનેક રાજ્યોમાં રાજભવન રાજકિય અખાડા બની ગયું છે. કર્ણાટક મામલામાં પણ એક સચ્ચાઇ છે કે વજુભાઈ વાળા ગુજરાતના ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માણસ પણ માનવામાં આવી રહ્યા છે. મોદીને મુખ્યમંત્રી તરીકે પસંદી કર્યાબાદ તેણમે મોદી માટે રાજકોટ પશ્વિમ સીટ છોડી દીધી હતી. તેમણે નવ વર્ષ સુધી ગુજરાતના નાણાંમંત્રી તરીકે રહ્યા હતા. વર્ષ 2005-2206 સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ શું કરશે?

   બંધારણના જાણકાર પ્રમાણે ચૂંટણીમાં કોઇ પક્ષમાં સ્પષ્ટ બહુમત મળવાની સ્થિતિમાં રાજ્યપાલને વિવેકાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આવામાં સૌથી મોટા દળને બુલાવવું જરૂરી નથી.

  બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપના જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં બંધારણમાં એવું કંઇ નથી કે રાજ્યપાલ સૌથી મોટા દળને બોલાવશે. ચૂંટણીમાં પાર્ટીને બહુમત મળવાની સ્થિતિમાં રાજ્યપાલ એવા વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરશે જે તેમના હિસાબે સદનમાં બહુમત પ્રાપ્ત કરી શકે. જેના માટે તેમને વિવેકાધિકાર પ્રાપ્ત છે. રાજ્યપાલને વિવેકાધિકાર છે. પરંતુ તેને સારી રીતે સમજવો પડે. બહુમતનું સમર્થન કોની પાસે છે તેના માટે પણ સમર્થન પત્ર પણ લેવાય છે.

(12:00 am IST)
  • મરાઠી ફિલ્મ 'પાની 'ને પ્રોડ્યુસ કરશે પ્રિયંકા ચોપડા :35 વર્ષીય પ્રિયંકા આ ફિલ્મને પોતાના બેનર 'પર્પલ પેબલ પિક્ચર્સ 'હેઠળ પ્રોડ્યુસ કરશે ;પ્રિયંકાએ ટ્વીટ કરી જાણકારી આપી :ફિલ્મનું દિગ્દર્શન આદિનાથ ઠાકોર કરશે :આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત હશે :આ ફિલ્મ મારફત મહારાષ્ટ્રની હાલની પાણીની સમસ્યા દર્શાવાશે access_time 12:54 am IST

  • દિલ્હીમાં તોફાની પવન સાથે વરસાદની આગાહીઃ ગઇરાત્રે તુટી પડેલઃ ૧ મોતઃ ૧૩ ઘાયલ : આજે વ્હોમ સવારે ૩ વાગે દિલ્હી- એનસીઆરમાં જોરદાર પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહીઃ કાલે મોડી રાત્રે રાજધાનીમાં જોરદાર વાવાઝોડા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડેલઃ ૧ યુવકનું મોત થયું છે અને ૧૩ ઘવાયા છે access_time 4:09 pm IST

  • ઇન્દોર એરપોર્ટ પર વિમાનના ટોયલેટમાં મળ્યું ત્રણ કિલો સોનું: સ્મગલિંગની શંકા access_time 4:15 pm IST